દર 100 વર્ષમાં થાય છે મહામારીનો હુમલો, કરોડો લોકો ગુમાવે છે જીવ


શું છે દરેક સદીમાં આવનારી આ મહામારીઓની કહાની. કેમ દર 100 વર્ષમાં થાય છે મનુષ્યની સભ્યતા પર હુમલો. કેમ બધું હોવા છતાં આ મહામારીઓ સામે લાચાર થઈ જાય છે માણસ.

દર 100 વર્ષમાં થાય છે મહામારીનો હુમલો, કરોડો લોકો ગુમાવે છે જીવ

નવી દિલ્હીઃ વર્ષ 1720, પછી 1820, ત્યારબાદ 1920 અને હવે 2020. આ સંયોગ છે કે બીજુ કંઇ ખ્યાલ નથી. પરંતુ છેલ્લા ચારસો વર્ષમાં દર સો વર્ષ બાદ એક જેવી મહામારી જરૂર આવી છે, જેણે વિશ્વભરમાં તબામી મચાવી. દર 100 વર્ષ બાદ આ મહામારીએ વિશ્વના કોઈ ખુણાને છોડ્યો નથી. કરોડો લોકોના જીવની સાથે-સાથે તેણે લોકોની વસ્તીઓનું નામો-નિશાન પણ મિટાવી દીધું છે. 

વિશ્વમાં દરેક 100 વર્ષ પર મહામારીનો હુમલો થયો છે. વર્ષ 1720માં વિશ્વમાં ધ ગ્રેટ પ્લેગ ઓફ માર્સેલ ફેલાયો હતો. જેમાં 1 લાખ લોકોના મોત થયા હતા. 100 વર્ષ બાદ એસિયન દેશોમાં હેજા ફેલાયો હતો. તેમાં પણ લાખો લોકોના જીવ ગયા હતા. આ રીતે 1918-1920માં વિશ્વમાં આવ્યો સ્પેનિશ ફ્લૂનો કહેર. આ બીમારીએ તે સમયે આશરે 5 કરોડ લોકોને મોતની નિંદરમાં સુવડાદી દીધા હતા. હવે ફરી 100 વર્ષ બાદ વિશ્વમાં આવી કોરોનાની તબાહી.  જેના કારણે દુનિયા લૉકડાઉન છે. 

તો શું છે દરેક સદીમાં આવનારી આ મહામારીની કહાની. શું દર 100 વર્ષે થાય છે માણસની સભ્યતા પર હુમલો. કેમ બધુ હોવા છતાં આ મહામારીઓ સામે લાચાર થઈ જાય છે માણસ. છેલ્લી ચાર સદીઓથી દર સો વર્ષ પર અલગ-અલગ મહામારીઓએ વિશ્વ પર હુમલો કર્યો છે અને લાખો લોકોના મોત થયા અને દર વખતે આપણે આ મહામારીઓની સારવાર શોધવામાં એટલી વાર લગાવી કે ઘણું મોડું થઈ ગયું. 

જે મહામારીને પણ મહોત્સવ બનાવી દે... તેને નરેન્દ્ર દામોદાર દાસ કહે છે

વર્ષ 1720માં વિશ્વમાં પ્લેગ ફેલાયો હતો. તેને ગ્રેટ પ્લેગ ઓફ માર્સિલે કહેવામાં આવે છે. માર્સિલે ફ્રાન્સનું એક શહેર છે. જ્યાં આ પ્લેગને કારણે 1 લાખથી વધુ લોકોના મોત થયા હતા. પ્લેગ ફેલાવાની સાથે થોડા મહિનામાં 50 હજાર લોકોના મોત થયા. બાકી 50 હજારે આગામી બે વર્ષમાં જીવ ગુમાવ્યો હતો.

વર્ષ 1820 ગ્રેટ પ્લેગ ઓફ માર્સિલેના પૂરા 100 વર્ષ બાદ એશિયન દેશોમાં કોલેરા એટલે કે હૈજાએ મહામારીનું રૂપ લીધું હતું. આ મહામારીએ જાપાન, અરબ દેશો, ભારત, બેંગકોંગ, મનીલા, જાવા, ચીન અને મોરિશસ જેવા દેશોને પોતાની ઝપેટમાં લીધા હતા. હૈજાને કારણે માત્ર જાવામાં 1 લાખ લોકોના મોત થયા હતા. જ્યારે સૌથી વધુ મોત થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને ફિલીપિન્સમાં થયા હતા. 

વર્ષ 1920 આશરે 100 વર્ષ બાદ ધરતી પર ફરી તબાહી આવી. આ વખતે આ તબાહી સ્પેનિશ ફ્લૂના રૂપમાં આવી હતી. આ ફ્લૂ ફેલાયો તો 1918માં હતો. પરંતુ તેની સૌથી વધુ અસર 1920માં જોવા મળી હતી. કહેવામાં આવે છે કે આ ફ્લૂને કારણે વિશ્વમાં 5 કરોડ લોકોના મોત થયા હતા.

વર્ષ 2020માં ફરી પૂરા 100 વર્ષ બાદ માનવતાને ખતરામાં નાખવા કોરોના વાયરસના રૂપમાં વધુ એક મહામારી આવી છે. વર્ષની શરૂઆતમાં ચીનથી શરૂ થઈને હવે આ મહામારી વિશ્વમાં ફેલાઇ ચુકી છે. હાલ લાખો તેના ઝપેટામાં છે અને હજારોએ જીવ ગુમાવ્યો છે. ઇતિહાસની બાકી બીમારીની જેમ સમય રહેતા તેની રસી પણ કોઈ શોધી શક્યું નથી. જ્યારે આ રસી તૈયાર થઈ ત્યાં સુધી તો કેટલું મોડુ થઈ જશે. તેથી બચીનો રહો આ મહામારીથી. તમે પણ સુરક્ષિત રહો અને બીજાને પણ સુરક્ષિત રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news