દેશમાં ઝડપથી પગ પસારી રહ્યો છે કોરોના, માત્ર 8 દિવસમાં 89થી 250 થઇ ગયા પીડિત

ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેના કારણે અત્યાર સુધી 250 લોકો સંક્રમિત તઇ ચુક્યા છે, જ્યારે ચાર લોકોનાં મોત થઇ ચુક્યા છે.

દેશમાં ઝડપથી પગ પસારી રહ્યો છે કોરોના, માત્ર 8 દિવસમાં 89થી 250 થઇ ગયા પીડિત

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેના કારણે અત્યાર સુધી 250 લોકો સંક્રમિત તઇ ચુક્યા છે, જ્યારે ચાર લોકોનાં મોત થઇ ચુક્યા છે. આ મહામારીને અટકાવવા માટે ભારતનાં અનેક શહેરોમાં પ્રતિબંધો લગાવાયા છે. કોરોના વાયરસની હજી સુધી કોઇ ઇલાજ મળ્યો નથી. એવામાં વાયરસને ફેલાતો અટકાવવા માટે બચાવ જ એક માત્ર ઉફાય છે. જેને જોતા ભારતે યોગ્ય સમયે જરૂરી પગલા ઉઠાવ્યા છે. જો કે ભારતમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. 13 માર્ચે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા 89 હતી તે 14 માર્ચે 96 થઇ ગઇ. 15 માર્ચે કોરોનાને કારણે 112 લોકો સામે આવ્યા, તો 16 માર્ચે તે વધીને 124 થઇ ગઇ. 17 માર્ચે 139 કેસ સામે આવ્યા, તો 18 માર્ચે તે વધીને 168 થઇ ગઇ. બીજી તરફ 19 માર્ચે 195 કેસ હતા જે વધીને આજે એટલે કે 20 માર્ચે 250 પર પહોંચી ચુક્યું છે.

કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
કોરોનાના ખતરાને જોતા ભારતનાં તમામ શહેર લોકડાઉનની તરફ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાષ્ટ્રજોગ પોતાના સંબોધનમાં આ સંકટની તુલના કરવા માટે 22 માર્ચે જનતા કર્ફ્યું લગાવવાની વાત કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે લોકો ઘરની બહાર ન નિકળે. 22 માર્ચે જનતા કર્ફ્યું દરમિયાન 24 કલાક માટે ટ્રેન સેવાઓ પણ બંધ રહેશે. રેલ મંત્રાલયે જાહેરાત કરી છે કે 21/22 માર્ચની અડધી રાત એટલે કે 12 વાગ્યાથી 22 માર્ચે મોડી રાત્રે 10 વાગ્યા સુધી 22 કલાક સુધી યાત્રી ટ્રેન નહી ચાલે.

કોરોના LIVE : સમગ્ર દેશમાં અત્યાર સુધી 236 કેસ, મધ્યપ્રદેશમાંથી પણ 4 સંક્રમિત મળી આવ્યા
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે કોરોના વાયરસનાં પોઝીટીવ કેસ જોવા મળ્યા છે. મહારાષ્ટ્ર સરકારનાં સૌથી વધારે પ્રભાવિત મુંબઇ, પુણે, પિંપરી-ચિંચવાડા અને નાગપુરમાં તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ સરકારે પોલીસને ક્વારનટીનો ઉલ્લંઘન કરનારાઓ પર કેસ દાખલ કરવા માટેનો આદેશ આપ્યો છે. દિલ્હીમાં આગામી દિવસો સુધી બજારો બંધ રહેશે. પાર્લર અને સલુન પણ દિલ્હીમાં બંધ રહેશે. આ ઉપરાંત દિલ્હીનાં તમામ રેસ્ટોરન્ટ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજદાનીમાં તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કુલની સાથે તમામ જીમ, નાઇટ ક્લબ અને સ્પા 31 માર્ચ સુધી બંધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news