હોમ ક્વોરેન્ટાઇન હોય તેવા 500 પરિવારોને કોર્પોરેશન પહોંચાડશે જીવન જરૂરિયાતની વસ્તું

ગુજરાતમાં કોરોના વાયરસના પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના બે પોઝિટિવ કેસ થયા છે. જેના પગલે વિદેશથી આવેલા લોકો દ્વારા ચેપ વધારે ન ફેલાય તે માટે કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વિદેશથી અમદાવાદ આવેલી વ્યક્તિ અને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા 500 પરિવારોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. આ 500 પરિવારોને વોલેન્ટિયર ફેમિલી ક્વોરેન્ટાઇનમાં (સ્વૈચ્છિક રીતે 14 દિવસ ઘરમાં બંધ) રહેશે તો કોર્પોરેશન તેઓને મફતમાં જીવન- જરૂરિયાતની વસ્તુઓ તેમને ઘરે બેઠા જ પહોંચાડશે.
હોમ ક્વોરેન્ટાઇન હોય તેવા 500 પરિવારોને કોર્પોરેશન પહોંચાડશે જીવન જરૂરિયાતની વસ્તું

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના બે પોઝિટિવ કેસ થયા છે. જેના પગલે વિદેશથી આવેલા લોકો દ્વારા ચેપ વધારે ન ફેલાય તે માટે કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વિદેશથી અમદાવાદ આવેલી વ્યક્તિ અને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હોય તેવા 500 પરિવારોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. આ 500 પરિવારોને વોલેન્ટિયર ફેમિલી ક્વોરેન્ટાઇનમાં (સ્વૈચ્છિક રીતે 14 દિવસ ઘરમાં બંધ) રહેશે તો કોર્પોરેશન તેઓને મફતમાં જીવન- જરૂરિયાતની વસ્તુઓ તેમને ઘરે બેઠા જ પહોંચાડશે.

કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
મ્યુનિસિપલ કમિશ્નરની અધ્યક્ષતામાં સવારે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની તાકીદની બેઠક મળી હતી. જેમાં તમામ અધિકારીઓને આ પરિવારોનો સંપર્ક કરીને તેમના સુધી આ માહિતી પહોંચાડવા માટે આદેશ અપાયો છે. તમામ અધિકારીઓએ પોતાનાં ઝોન અને વોર્ડ અનુસાર તેમનો સંપર્ક કરી ચુક્યા છે. તમામ હોમ ક્વોરેન્ટાઇન હોય તેવા લોકોને એક જ વ્યક્તિ દ્વારા જ વસ્તુ ફાળવવામાં આવશે. તે વ્યક્તિ જ આ તમામ જરૂરિયાતની વસ્તુઓ હોમ ક્વોરોન્ટાઇન હોય તેવા વ્યક્તિને ફાળવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news