COVID-19: કૂદકે ને ભૂસકે વધતા કેસોએ ભારતને બનાવ્યો દુનિયાનો પાંચમો સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના વધતા કેસોએ ટેન્શન વધારી દીધુ છે. શનિવારે કોરોનાના લગભગ 10,000 જેટલા નવા કેસ સામે આવ્યાં. કોરોનાના સંક્રમિતોની સંખ્યા હવે વધીને 2,46,549 થઈ ગઈ છે. વધતા કેસોની સંખ્યામાં ભારતે સ્પેનને પણ પછાડી દીધુ છે અને હવે તે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં દુનિયાનો પાંચમો સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે.
હવે અમેરિકા (19,06,060), બ્રાઝીલ (6,14,941), રશિયા (4,58,102), અને બ્રિટન (2,86,294) જ આ મામલે ભારતથી આગળ છે. કોરોના વાયરસથી દેશમાં છેલ્લા 24 કલાકમાં 297 લોકોના મૃત્યુ થાય છે જે એક દિવસમાં થયેલા સૌથી વધુ મૃત્યુનો આંકડો છે. આ અગાઉ એક દિવસમાં સૌથી વધુ કેસ ગુરુવારે 9651 સામે આવ્યા હતાં અને ત્યારે 295 લોકોના મૃત્યુ થયા હતાં. જો કે ભારત માટે રાહતની વાત એ છે કે અમેરિકા, બ્રાઝીલ અને સ્પેનની સરખામણીમાં કોરોનાનો મૃત્યુદર ભારતમાં બહુ ઓછો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 6,642 લોકોના મૃત્યુ થયા છે.
અડધા કરતા વધુ કેસ આ 4 મોટા શહેરોના
ચોંકાવનારી વાત એ છે કે લગભગ અડધા જેલા કેસો દેશના ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાંથી સામે આવ્યાં છે. આ ઉપરાંત અમદાવાદ, ઈન્દોર અને પુણેમાંથી પણ વધતા કેસોએ ચિંતા વધારી છે. આ વાયરસથી થયેલા મૃત્યુનો આંકડો 7000ની નજીક છે અને મૃતકોની સંખ્યામાં અડધા જેટલા મૃત્યુ તો આ ચાર મહાનગરોમાંથી નોંધાયા છે. જો અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તાજા આંકડા પર નજર ફેરવીએ તો આ ચારમહાનગરો અને 3 મોટા શહેરો સહિત દેશમાં કોરોનાના 60 ટકા કેસ અને કુલ મૃતકોની સંખ્યાના 80 ટકા મૃત્યુ આ સાત શહેરોમાં જ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં એક લાખ 15,942 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 1,14,072 લોકો સાજા થઈ ગયા છે. જેમાંથી 4611 લોકો છેલ્લા 24 કલાકમાં સાજા થયા છે. અત્યાર સુધીમાં 48.20 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. સંક્રમણના કેસોમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. અત્યાર સુધીમાં 35 લાખ 24 હજાર 317 ટેસ્ટ થયા છે. જેમાંથી 1 લાખ 37 હજાર 938 સેમ્પલની તપાસ છેલ્લા 24 કલાકમાં થઈ છે.
કયા રાજ્યમાં કેટલા મૃત્યુ
કોરોનાથી સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી 2849 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારબાદ ગુજરાતમાં કોરોનાથી 1190 લોકોના મૃત્યુ થયા છે. તામિલનાડુમાં 232, રાજસ્થાનમાં 218, દિલ્હીમાં 708, મધ્ય પ્રદેશમાં 384, પશ્ચિમ બંગાળમાં 366, ઉત્તર પ્રદેશમાં 257, આંધ્ર પ્રદેશમાં 73, કર્ણાટકમાં 57, પંજાબમાં 48 લોકોના મોત થયા છે. જમ્મુ અને કાશ્મીરમાં 36 લોકોના જ્યારે બિહારમાં 29, હરિયાણામાં 24, કેરળમાં 14, ઉત્તરાખંડમાં 11, ઓડિશામાં આઠ, ઝારખંડમાં 7 લોકોના મૃત્યુ થયા છે.
જુઓ LIVE TV
હિમાચલ પ્રદેશ અને ચંડીગઢમાં કોવિડ 19થી પાંચ પાંચ લોકોના મૃત્યુ થયા છે. આસામમાં ચાર જ્યારે છત્તીસગઢમાં બે લોકોના મૃત્યુ થયા છે. મેઘાલય અને લદાખમાં એક એક દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મૃતકોમાં 70 ટકા લોકો એવા છે જે પહેલેથી કોઈ અન્ય બીમારીઓથી પીડિત હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે