Corona Virus: જાણો, કોરોના પર કાશ્મીરથી કેરલ સુધીનું અપડેટ્


ભારતમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુદી કુલ મામલાની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. જ્યારે 17 લોકોના મોત થયા છે. 

Corona Virus: જાણો, કોરોના પર કાશ્મીરથી કેરલ સુધીનું અપડેટ્

નવી દિલ્હીઃ દેશમાં જેમ-જેમ તપાસ પ્રક્રિયામાં તેજી આ વી રહી છે, તેમ-તેમ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. શુક્રવારે સાંજે કેરલ અને મુંબઈથી ચિંતા જનક આંકડા સામે આવ્યા છે. કેરલમાં 39 નવા અને મુંબઈમાં 9 નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. પરંતુ સ્વાસ્થ્ય વિભાગની વેબસાઇટ પ્રમાણે શુક્રવારે 4 લોકોના મોત થયા છે અને 75 નવા મામલા સામે આવ્યા છે. અત્યાર સુધી સંક્રમણથી કુલ 17 લોકોના મોત થયા છે. ગુરૂવારે 7 મોત થયા હતા અને વાયરસથી સંક્રમણના 88 નવા મામલા સામે આવ્યા હતા. 

જમ્મૂ-કાશ્મીરમાં અત્યાર સુધી 18 દર્દી
જમ્મૂ-કાશ્મીરમાં વધુ બે નવા કેસ સામે આવ્યા છે. જે બંન્ને હાલમાં વિદેશથી પરત ફર્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યાર સુદી વાયરસથી સંક્રમિત કુલ 18 મામલાની પુષ્ટિ થઈ છે. સરકારના પ્રવક્તા રોહિત કંસલે ટ્વીટ કર્યું, કાશ્મીરમાં વધુ ચાર લોકોની સંક્રમિત થવાની પુષ્ટિ, બધા શ્રીનગર જિલ્લાના રહેવાસી છે. તેમાંથી બે લોકો વિદેશથી પરત ફર્યા હતા, જ્યારે બે અન્ય ધાર્મિક જલસા માટે જમ્મૂ-કાશ્મીરથી બહાર ગયા હતા. આ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અત્યાર સુધીી 18 કેસ સામે આવ્યા છે. 

ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
ગુજરાતમાં કોરોના પીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 47 કેસ પોઝિટિવ છે. જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 8 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.

મુંબઈની સ્થિતિ ચિંતાજનક
મુંબઈ મહાનગર પાલિકા પ્રમાણે શુક્રવારે મુંબઈમાં કોરોના પોઝિટિવના 9 કેસ સામે આવ્યા છે. તેમાંથી 5 લોકો વિદેશથી આવ્યા અને ચાર એવા લોકો છે જે તેના સંપર્કમાં આવ્યા હતા. છ લોકો મુંબઈના છે અને બાકી ત્રણ બહારના છે. હવે મુંબઈમાં જ કોરોનાના 86 કેસ થઈ ગયા છે. 

કેરલમાં પણ સ્થિતિ ખરાબ
કેરલના મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને શુક્રવારે સાંજે જણાવ્યું કે, કેરલમાં કોરોના સંક્રમણના 39 નવા મામલા સામે આવ્યા છે. તેમાંથી 34 કાસગોડ, 2 કન્નોર અને એક-એક ત્રિસુર, કોઝિકોડ અને તોલામના છે. હવે કેરલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 176 થઈ ગઈ છે, જેમાં 12 લોકો સ્વસ્થ થયા છે. 

દિલ્હીમાં 39 પહોંચ્યો આંકડો
રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરૂવારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 39 પહોંચી હતી. સ્વાસ્થ્ય વિભાગે જણઆવ્યું કે, તેમાંથી 39 મામલા યાત્રા સાથે જોડાયેલા છે, જ્યારે 10 સંપર્કમાં આવવાથી છે. કુલ પાંચ લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે અને એક વ્યક્તિનું મોત થયું છે. 

રાજસ્થાનમાં 2 નવા કેસ
રાજસ્થાનના ભાલવાડામાં કોરોના વાયરસના નવા બે કેસ સામે આવ્યા છે. આ બંન્ને વ્યક્તિ ગુરૂવારે મૃત્યુ પામેલા વ્યક્તિના નજીકના સંબંધી છે. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધી 45 કેસ સામે આવી ચુક્યા છે. 

તમિલનાડુમાં અત્યાર સુધી 31 કેસ
તમિલનાડુમાં ગુરૂવારે વિદેશથી પરત ફરેલા 24 વર્ષીય એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે કોઈ નવા કેસ સામે આવ્યા નથી. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણના 31 કેસ સામે આવ્યા છે. 

ઓડિશા અને બિહારની સ્થિતિ
ઓડિશામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 3 કેસ સામે આવ્યા છે. તો બિહારમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા સાત થઈ ગઈ છે. પટનાના એક 2 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news