રાજસ્થાન બાદ હવે બિહારમાં કોરોના વાયરસનું એલર્ટ, વિદ્યાર્થીમાં જોવા મળ્યા લક્ષણ
બિહારમાં કોરોના વાયરસે એન્ટ્રી કરી દીધી છે. જોકે છપરા જિલ્લામાં કોરોનાનો દર્દી મળ્યો છે. દર્દીમાં કોરોના વાયરસના લક્ષણ મળી આવ્યા છે. તેને સારી સારવાર માટે પીએમસીએચ મોકલી દેવામાં આવ્યો છે. છોકરી શાંતિનગરની રહેવાસી છે અને ચીનમાં ન્યૂરો સાયન્સનો અભ્યાસ કરે છે.
Trending Photos
છપરા: બિહારમાં કોરોના વાયરસે એન્ટ્રી કરી દીધી છે. જોકે છપરા જિલ્લામાં કોરોનાનો દર્દી મળ્યો છે. દર્દીમાં કોરોના વાયરસના લક્ષણ મળી આવ્યા છે. તેને સારી સારવાર માટે પીએમસીએચ મોકલી દેવામાં આવ્યો છે. છોકરી શાંતિનગરની રહેવાસી છે અને ચીનમાં ન્યૂરો સાયન્સનો અભ્યાસ કરે છે. કોરોનાનો વાયરસ મળતા છપરામાં પહેલાં હડકંપ મચી ગયો પછી ડોક્ટરોએ તેને સારાવર માટે પીએમસીએચ રીફર કરવામાં આવી.
રાજસ્થાનમાં કોરોના વાયરસથી પ્રભાવિતને આઇસોલેશનમાં રાખવાના નિર્દેશ
ચિકિત્સા તથા સ્વાસ્થ્ય મંત્રી ડો. રધુ શર્માએ એસએમએસ મેડિકલ કોલેજ વહિવટીતંત્રને ચીનથી એમબીબીએસનો અધ્યન કરી આવેલા ડોક્ટરોના કોરોના વાયરસથી પ્રભાવિત થવાની આશંકા મળી આવતાં શંકાસ્પદ દર્દીને તાત્કાલિક આઇસોલેશનમાં રાખવા તથા તેમના પુરા પરિવારની સ્ક્રીનિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇને તાત્કાલિક સેમ્પલ પૂના સ્થિત નેશનલ વાયરોલોજી લેબ મોકલાવી તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશના 4 જિલ્લામાં 18 વ્યક્તિ ચીનની યાત્રા કરી પરત ફરી રહ્યા છે. સંબંધિત ચારેય જિલ્લાના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારીઓ આ બધાને 28 દિવસ સુધી સતત નજર રાખવામાં આવી રહી છે. ચિકિત્સા તથા સ્વાસ્થ મંત્રીએ કેન્દ્ર સરકારને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આગામી વ્યક્તિને શંકાસ્પદ મળી આવતાં સ્ક્રીનિંગ કરાવવાનો પણ આગ્રહ કર્યો છે.
શું છે કોરોના
કોરોના વાયરસ જાનવરોથી મનુષ્ય સુધી પહોંચે છે અને આ ન્યૂમોનિયાનું કારણ પણ બની શકે છે. ડબ્લ્યૂએચઓના અનુસાર કોરોના વાયરસ એક જૂનોટિક છે અને માનવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સી-ફૂડ ખાવાથી બિમારી ફેલાઇ છે અને કોરોનાથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાઇ શકે છે.
તો બીજી તરફ ડોક્ટર મધેશ્વર સિન્હાએ આ વિશે કહ્યું કે રાતભર દર્દીને ડોક્ટરોએ નજર હેઠળ રાખ્યો અને સવારે સારવાર માટે પીએમસીએચ રિફર કરવામાં આવ્યો. આ ઘટનાથી પીએમસીએચમાં પણ એલર્ટની સ્થિતિ છે. જોકે વિદ્યાર્થીનું બ્લડ સેમ્પલ તપાસ માટે હાલ મોકલી દેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે