ટ્રાફિકથી ધમધમતા રહેતા વડોદરાના બ્રિજ પર તૂટ્યું લાકડાનું પાલક, 3 મજૂરો દબાયા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (Vadodara) ના અકોટા દાંડિયા બજાર બ્રિજ (Akota Dandiya Bajar bridge) પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સોલાર પેનલ (Solar Panel) ની સીટ લગાવવા માટે બાંધેલ પાલક અચાનક તૂટી પડ્યો હતો. જેમાં નીચે ત્રણ મજૂરો દબાયા હતા. આ ઘટનામાં એક મજૂરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે સ્થળ પર 22 મજૂરો કામ કરી રહ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના સાધનો વગર કામ કરાવવામાં આવતું હતું. ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.
...અને બોલવા લાગ્યું તાબૂતમાંથી નીકળેલું 3000 વર્ષ જૂનુ મમી, કળીયુગમાં વિશ્વાસ ન થાય તેવા છે ન્યૂઝ
પ્રાપ્ત માહિતી અનુસાર, દાંડિયા બજાર અકોટા બ્રિજ વડોદરાનો સૌથી બિઝી બ્રિજ છે, જ્યાં સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. આવામાં આ પાલક તૂટવાની ઘટના પસાર થતા મુસાફરો માટે જોખમી સાબિત થઈ શક્તી હતી. જોકે, સદનસીબે પસાર થતા વાહનો ચાલકો બચ્યા હતા. પાલક બ્રિજના એક તરફી રોડ હોવાથી વાહનચાલકોને કોઈ તકલીફ થઈ ન હતી. લાકડાનું પાલક પડ્યું ત્યારે એક તરફનો રોડ બંધ હતો. જેથી મોટી જાનહાનિ થતા બચી હતી. જોકે, પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કર્યો છે કે નહિ તે જોવાનું રહ્યું.
વડોદરા કોર્પોરેશન દ્વારા 30 કરોડના ખર્ચે દાંડિયા બજાર અકોટા બ્રિજ પર સોલાર પેનલનો પ્રોજેક્ટ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આજે જાળીને ઢાંકવા માટેની સીટ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. આ માટે બાંધવામાં આવેલું લાકડાનું પાલક તૂટી ગયું હતું. ઘટના બની ત્યારે 22 મજૂરો કામ કરતા હતા. કોર્પોરેશને કામ ચાલુ કરતા પહેલા એક તરફનો રસ્તો બંધ કરાવી દીધો હતો, ત્યારે પાલક તૂટવાની ઘટના બાદ એક તરફનો રસ્તો અવરજવર માટે બંધ થઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરાઈ રહી છે, તેમ છતાં હજી સુધી આ કામગીરી પૂરી થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે