દિલ્લીઃ Corona Vaccine લગાવ્યા પછી 52 લોકોમાં જોવા મળી Side Effect, એકની હાલત ગંભીર

ગઈકાલે 16 જાન્યુઆરીને શનિવારના રોજથી લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી. પહેલાં દિવસે સફાઈ કર્મીઓ અને સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવી.

દિલ્લીઃ Corona Vaccine લગાવ્યા પછી 52 લોકોમાં જોવા મળી Side Effect, એકની હાલત ગંભીર

નવી દિલ્લીઃ દેશભરમાં કોરોના વેક્સીનેશન (Corona Vaccination) અભિયાન શરૂ થઈ ગયું છે. જોકે, કેટલાંક લોકોમાં આ રસીકરણની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે. દિલ્લીમાં વેક્સીન લગાવ્યા બાદ 52 લોકોમાં તેની સાઈડ ઈફેક્ટ જોવા મળી. રસી લગાવ્યા પછી આ લોકોની તબિયત ખરાબ થઈ હોવાની ખબર સામે આવી. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે.

બે સ્વાસ્થ્ય કર્મીઓને રસી અપાયા પછી એલર્જીની ફરિયાદ
ગઈકાલે 16 જાન્યુઆરીને શનિવારના રોજથી લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી. પહેલાં દિવસે સફાઈ કર્મીઓ અને સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવી. જેમાં બે સ્વાસ્થ્ય કર્મીઓને રસી અપાયા પછી એલર્જીની ફરિયાદ સામે આવી. કેટલાંક સ્થળોએ વેક્સીન અપાયા પછી સામાન્ય ફરિયાદો પણ સામે આવી.  કેટલાંકને ગભરામણની સમસ્યા પણ ઉભી થઈ. ત્યારે આ પૈકીના એક કર્મચારીને વેક્સીન અપાયા પછી તબિયત વધુ ખરાબ થતા AEFI સેન્ટર મોકલવાની નોબત આવી.

દિલ્લીમાં 4319 કર્મચારીઓને રસી આપવામાં આવી
રાજધાની દિલ્લીમાં શનિવારે સ્વાસ્થ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને રસી આપીને રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી. જેમાં દિલ્લીમાં ગઈકાલે 4319 લોકોને કોરોનાની રસી આપવામાં આવી. જેમાં 52 લોકોમાં રસી આપ્યાં બાદ નાની-મોટી સાઈડ ઈફેક્ટ જોવા મળી. જેમાંથી એકની હાલત નાજૂક હોવાનું પણ સામે આવ્યું છે. દિલ્લીના કુલ 11 જિલ્લામાં લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા રસી આપવામાં આવી. 

સરકારે દરેક રસીકરણ કેન્દ્રની બહાર એક AEFI સેન્ટર તૈયાર કર્યું છે
કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે ભારતમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રસી લગાવ્યા બાદ જો કોઈને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થાય તો તેના માટે પણ સરકાર અલગથી વ્યવસ્થા કરી છે. ભારત સરકારે દરેક રસીકરણ કેન્દ્રની બહાર  AEFI સેન્ટર તૈયાર કર્યા છે. જ્યાં વેક્સીનેશન પછી કોઈપણ પ્રકારની આડસર થઈ હોય તેવા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. 

આ રાજ્યોમાં વેક્સીનની સાઈડ ઈફેક્ટના કેસ સામે આવ્યાં
દિલ્લી, પશ્ચિમ બંગાળ,  તેલંગાના અને રાજસ્થાનમાં વેક્સીનેશન બાદ આડઅસર જોવા મળી. રસી અપાયા બાદ લોકોમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી. જેમાં લોકોને નાની-મોટી સમસ્યાઓ સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી. જોકે, દિલ્લીમાં એકની સ્થિતિ વધુ ગંભીર હોવાનું પણ સામે આવ્યું.

Corona Vaccine: Norway માં Pfizer ની કોરોના વેક્સીન લગાવ્યા બાદ 23 લોકોની મોત
દુનિયાભરમાં લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે વેક્સીન આપવામાં આવી રહી છે. અલગ અલગ દેશોમાં અલગ અલગ કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલી વેક્સીનને મંજૂરી અપાઈ છે. વેક્સીન અપાયા બાદ લોકોમાં તેની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી છે. ત્યારે નોર્વેમાં રસીકરણની ખુબ જ ગંભીર અસર થઈ હોવાનું સામે આવ્યું. Norway માં Pfizer ની કોરોના વેક્સીન લગાવ્યા બાદ 23 લોકોની મોત થઈ હોવાની ખબરે હાહાકાર મચાવી દીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news