પ્રધાનમંત્રી Naredra Modi લીલી ઝંડી બતાવી આજે 8 ટ્રેનનું પ્રસ્થાન કરાવશે

પ્રધાનમંત્રી Naredra Modi લીલી ઝંડી બતાવી આજે 8 ટ્રેનનું પ્રસ્થાન કરાવશે
  • એકસાથે 6 રાજ્યમાંથી 8 ટ્રેન દોડાવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે
  • દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી

ઝી મીડિયા/બ્યૂરો :સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની આન બાન શાન બની ગયું છે. કેવડિયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યું ઓફ યુનિટી' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડિયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઉભા કરાયા છે, ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) પર રેલવે સેવા શરૂ થશે. આજે પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) નવી કેવડિયા-વડોદરા રેલવે લાઈન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરશે. દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન (eco friendly railway station) માં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલશે.એકસાથે 6 રાજ્યમાંથી 8 ટ્રેન દોડાવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. 

વિવિધ પ્રવાસન આકર્ષણોને લઇને કેવડિયા પ્રવાસીઓનું માનીતું સ્થળ બન્યું છે, ત્યારે ત્યાં પહોંચતાં પ્રવાસીઓની સગવડ વધે તે માટે કેવડિયા (kevadia) સુધી રેલવે સેવા પણ શરૂ થવા જઈ રહી છે. કેવડિયાને જોડતી રેલવે લાઇન ડભોઈ-વડોદરા થઈ અને કેવડિયા પહોંચશે. જે એક કલાકમાં કેવડીયા સુધી પહોંચી જશે. આ રેલવે સ્ટેશન પર અન્ય રેલવે કરતા વધુ પ્રવાસીઓ આવશે તેવી સરકારની આશા છે. આ ટ્રેન ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવામાં આવી છે. જે એક કલાકમાં કેવડિયા સુધી પહોંચી જશે. છેલ્લા 5 દિવસમાં વડોદરાથી ડભોઇ સુધી તેની ટેસ્ટ ડ્રાઈવ પણ કરવામાં આવી હતી. પહેલાં ટેસ્ટમાં 100 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડવવામાં આવી હતી. ત્યારબાદ 130 કિમી અને 150 કિમીની ઝડપે દોડાવી ટેસ્ટ કરવામાં આવી હતી. દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલશે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.

આ પણ વાંચો : Rajasthan Bus Accident: ચાલુ બસમાં વીજળીના કરંટથી મળ્યું દર્દનાક મોત, 6 સળગી મર્યાં   

8 trains will be flagged-off tomorrow, 17th January at 11 AM. Do watch the programme live. https://t.co/yW3FmGlsXc pic.twitter.com/lV4uJ33If0

— Narendra Modi (@narendramodi) January 16, 2021

આ સાથે જ પીએમ મોદી સવારે 11 વાગ્યાના ટકોરે નવી દિલ્દીથી અન્ય 8 ટ્રેનોને એકસાથે લીલીઝંડી આપશે. જેમાં અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, દાદર, રેવા, વારાણસી, પ્રતાપનગર અને કેવડિયાથી બે મેમુ સહિત 8 ટ્રેન દોડશે. આ ટ્રેનોનું બુકિંગ પણ શરૂ કરાયું છે. અમદાવાદ-કેવડિયાની ટ્રેનમાં સરદાર પટેલના ઈતિહાસની ઝાંખી કરાવાશે. તેમાં સરદાર પટેલના બાળપણ, યુવાની કાળથી લઈને રાજનીતિક સફરની પળોને માણવાની અવસર મળશે. સરદાર પટેલના પરિવારજનો, કેળવણી ક્ષેત્રના અગ્રણીઓ તથા સાધુસંતો પણ પ્રવાસ કરશે.

આ ટ્રેનોના રૂટ પર આવતાં નડિયાદ, વડોદરા, ડભોઇ તેમજ ચાણોદ રેલવે સ્ટેશનો પર પણ ટ્રેનનું સ્વાગત કરાશે. તેમાં મુસાફરી વખતે સંસ્કૃતના જાણકાર પંડિતો નર્મદાષ્ટકમ તથા અન્ય મંત્રોચ્ચારનું પઠન કરશે. આ તમામ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત તેના સંકુલમાં આવેલા જંગલ સફારી અને એકતા નર્સરી તેમજ સાધુસંતોને શૂળપાણેશ્વર મંદિરની મુલાકાતે લઇ જવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news