Corona Update: કોરોનાની અત્યંત ભયાનક સ્થિતિ, નવા કેસ અને મૃત્યુઆંકમાં જબરદસ્ત મોટો ઉછાળો, તમામ રેકોર્ડ ધ્વસ્ત

કોરોના વાયરસ (Corona Virus) મહામારી દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં એટલા મોટા પાયે કોરોનાના કેસ નોંધાયા છે કે અત્યાર સુધીના તમામ રેકોર્ડ  ધ્વસ્ત કરી નાખ્યા છે.

Corona Update: કોરોનાની અત્યંત ભયાનક સ્થિતિ, નવા કેસ અને મૃત્યુઆંકમાં જબરદસ્ત મોટો ઉછાળો, તમામ રેકોર્ડ ધ્વસ્ત

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારી દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં એટલા મોટા પાયે કોરોનાના કેસ નોંધાયા છે કે અત્યાર સુધીના તમામ રેકોર્ડ  ધ્વસ્ત કરી નાખ્યા છે. દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.61 લાખ કરતા વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1501 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

24 કલાકમાં 2.61 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona) ના 2,61,500 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,47,88,109 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,28,09,643 લોકો રિકવર થયા છે. જ્યારે 18,01,316 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 1501 લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,77,150 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 12,26,22,590 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,47,88,109
Active cases: 18,01,316
Total recoveries: 1,28,09,643
Death toll: 1,77,150

Total vaccination: 12,26,22,590 pic.twitter.com/poAunmqGzW

— ANI (@ANI) April 18, 2021

અત્યાર સુધીમાં કુલ 26,65,38,416 નમૂનાનું પરીક્ષણ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 26,65,38,416 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી ગઈ કાલે 15,66,394 નમૂનાનું પરીક્ષણ કરાયું હતું. 

અમેરિકા બાદ બીજા નંબરે ભારત
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત હવે બીજા નંબરે છે. પહેલા નંબરે અમેરિકા છે. જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં 32,372,119 કેસ નોંધાયા છે. વર્લ્ડોમીટરના આંકડા મુજબ કોરોનાથી અત્યાર સુધીમાં અમેરિકામાં 580756 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બાજુ ભારતની વાત કરીએ તો હવે છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોરોનાના 2 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ મામલે બ્રાઝિલ ત્રીજા નંબરે છે. જ્યારે ફ્રાન્સ ચોથા, રશિયા પાંચમા અને બ્રિટન છઠ્ઠા નંબરે છે. 

GUJARAT માં કોરોનાના નવા 9541 નવા કેસ, 97 લોકોનાં મોત
ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 9541 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 97 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 84.61 ટકા પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news