Corona Second Wave: આ શહેરમાં લાગ્યો જનતા કર્ફ્યૂ, જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ રહેશે બંધ

દેશભરમાં કોરોના (Corona) ના ઘટતા જતા કેસ વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) માં નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) તેને લઇને ચેતાવણી પણ આપી ચૂક્યા છે કે જો કોવિડ 19ના દિશા-નિર્દેશોનું પાલન કરવામાં ન આવ્યું તો વધુ એક લોકડાઉન (Lockdown) માટે લોકોને તૈયાર રહેવું પડશે. આ દરમિયાન તૈયાર રહેવું પડશે. આ દરમિયાન અમરાવતી જિલ્લામાં જનતા કર્ફ્યૂ લગાવી દીધો છે. 
Corona Second Wave: આ શહેરમાં લાગ્યો જનતા કર્ફ્યૂ, જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ રહેશે બંધ

મુંબઇ: દેશભરમાં કોરોના (Corona) ના ઘટતા જતા કેસ વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) માં નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) તેને લઇને ચેતાવણી પણ આપી ચૂક્યા છે કે જો કોવિડ 19ના દિશા-નિર્દેશોનું પાલન કરવામાં ન આવ્યું તો વધુ એક લોકડાઉન (Lockdown) માટે લોકોને તૈયાર રહેવું પડશે. આ દરમિયાન તૈયાર રહેવું પડશે. આ દરમિયાન અમરાવતી જિલ્લામાં જનતા કર્ફ્યૂ લગાવી દીધો છે. 

શનિવારથી સોમવાર સુધી જનતા કર્ફ્યૂ
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર અમરાવતી જિલ્લામાં મેડિકલ અને જરૂરી સેવાઓને છોડીને બધુ બંધ રહેશે. અમરાવતીના ક્લેક્ટર શૈલેશ નવાલે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

મુંબઇકારો માટે નવા દિશા-નિર્દેશો જાહેર
BMC દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર, સાર્વજનિક જગ્યા પર દરેકે માસ્ક પહેરવું જરૂરી રહેશે. ગલી, દુકાન, ઓફિસ, માર્કેટ, ક્લીનિક, હોસ્પિટલ પરિસરમાં માસ્ક પહેરવું જરૂરી રહેશે. ઓફિસ, વર્ક સાઇટ, વર્ક પ્લેસ પર માસ્ક પહેરવું જરૂરી રહેશે. કોઇપણ અધિકારી અથવા સ્ટાફ માસ્ક પહેર્યા વિના મીટિંગ કરી શકશે નહી અથવા સમારોહમાં સામેલ થઇ શકશે નહી. માસ્ક પહેર્યા વિના પકડાતાં 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 

મુંબઇ લોકલમાં સફર માટે ગાઇડલાઇન
મુંબલ લોકલ (Mumbai Local Train News) માં સફર માટે તમારે ઘણી સાવધાની વર્તવી પડશે. BMC દ્રારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશ અનુસાર 'પબ્લિક ટ્રાંસપોર્ટ, જેમાં લોકલ ટ્રેન પણ સામેલ છે, યાત્રા દરમિયાન માસ્ક જરૂરી રહેશે. માસ્ક પહેર્યા વિના લોકલમાં ટ્રાવેલ કરતાં સખત કાર્યવાહી સામનો કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news