અમદાવાદની મહિલાએ હાઇકોર્ટના જજને મોકલ્યા 150 કોન્ડોમ અને કહ્યું કે...

ગુજરાતનાં અમદાવાદમાં રહેતી એક મહિલાએ મુંબઇ હાઇકોર્ટનાં એક જજ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ (Woman Sends 150 Condoms To Justice) મોકલ્યા હતા.

અમદાવાદની મહિલાએ હાઇકોર્ટના જજને મોકલ્યા 150 કોન્ડોમ અને કહ્યું કે...

અમદાવાદ : ગુજરાતનાં અમદાવાદમાં રહેતી એક મહિલાએ મુંબઇ હાઇકોર્ટનાં એક જજ પુષ્પા વીરેન્દ્ર ગનેડીવાલાને 150 કોન્ડોમ (Woman Sends 150 Condoms To Justice) મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર આ મહિલા એક કિશોરીના યૌન શોષણ અંગે જજ દ્વારા અપાયેલા ચુકાદાથી નારાજ છે. ગત્ત મહિને બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચને આ અંગે ચુકાદો આપ્યો હતો. જેના અનુસાર કિશોરીને કપડા પર જ સ્પર્શ કરવો યૌન શોષણ ગણી શકાય નહી. આ ચુકાદાથી મહિલા નારાજ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઇકોર્ટની જજને 150 કોન્ડોમ મોકલનારી મહિલાનું નામ દેવશ્રી ત્રિવેદી છે. દેવશ્રી બોમ્બે હાઇકોર્ટનાં ચુકાદાના વિરોધમાં 12 અલગ અલગ સ્થલો પર કોન્ડોમ મોકલ્યા છે. જેમાં પુષ્પા વિરેન્દ્ર ગનેડીવાલની ચેમ્બરનો પણ સમાવેશ થાય છે. દેવશ્રીએ આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પ્રકારનો અન્યાય સહ્ય નથી. જસ્ટિસ ગનેડીવાલાનાં ચુકાદાના કારણે યૌન શોષણની પીડિત કિશોરીઓને ક્યારે પણ ન્યાય નહી મળે. હું માંગ કરૂ છું કે, જસ્ટિસ ગનેડીવાલાને સસ્પેન્ડ કરવામાં આવે. 

બોમ્બે હાઇકોર્ટની (Bombay High Court) નાગપુર બેન્ચે ગત્ત મહને જાન્યુઆરીમાં કિશોરીના શોષણ મુદ્દે (Sexual Abuse) એક ચુકાદો આપ્યો હતો. બોમ્બે કોર્ટે પોતાનાં ચુકાદામાં જણાવ્યું કે, કિશોરીના કપડા ઉતાર્યા વગર જ તેનો સ્પર્શ યૌન શોષણ માની શકાય નહી. તેને પોક્સો એક્ટ (POCSO Act) હેઠલ યૌન શોષણ તરીકે પરિભાષિક કરી શકાય નહી. જો કે બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચે રજિસ્ટ્રી ઓફીસે કહ્યું કે, તેમને કોન્ડોમના પેકેટ મળ્યા નથી. નાગપુર બાર એસોસિએશનનાં વરિષ્ઠ વકીલ શ્રીરંગ ભડારકરે કહ્યું કે, એવું કરવું કંટેમ્પ ઓફ કોર્ટ છે. અમે દેવશ્રી ત્રિવેદી વિરુદ્ધ એક્શનની માંગ કરીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news