Corona Update: 24 કલાકમાં કોરોનાના 36 હજારથી વધુ નવા કેસ, PMની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36,594 દર્દીઓ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા તાજા આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 95,71,559 કેસ નોંધાયા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona Virus) ના નવા 36,594 દર્દીઓ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા તાજા આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 95,71,559 કેસ નોંધાયા છે. એક દિવસમાં 540 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,39,188 પર પહોંચ્યો છે. આ ઉપરાંત આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક પણ થવાની છે.
લેટેસ્ટ માહિતી મુજબ દેશમાં હાલ કોરોના વાયરસના 4,16,082 એક્ટિવ કેસ છે. એટલે કે સારવાર હેઠળ છે. જ્યારે 90,16,289 લોકો સાજા થઈ ગયા છે. ગુરુવારે નવા કેસ કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી. 36,594 નવા કેસ સામે 42,916 લોકો ડિસ્ચાર્જ થયા.
With 36,594 new #COVID19 infections, India's total cases rise to 95,71,559
With 540 new deaths, toll mounts to 1,39,188. Total active cases at 4,16,082
Total discharged cases at 90,16,289 with 42,916 new discharges in the last 24 hrs pic.twitter.com/lOpCRoNQrv
— ANI (@ANI) December 4, 2020
પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક
આગામી ગણતરીના દિવસોમાં કોરોના વાયરસની રસી આવવાની શક્યતાઓ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક થવાની છે. આ બેઠકમાં પીએમ મોદી સંસદના બંને સદનના વિભિન્ન પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. સંસદીય કાર્ય મંત્રાલય બેઠક માટે સમન્વય કરી રહ્યું છે અને તમામ પક્ષોને આમંત્રણ અપાયું છે.
સૂત્રોએ જણાવ્યું કે સંસદના બંને સદનોમાં પાર્ટીઓના નેતાઓને શુક્રવારે સવાલે સાડા દસ વાગે થનારી ઓનલાઈન બેઠકમાં આમંત્રિત કરાયા છે. પીએમ મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે. કોવિડ 19 મહામારી શરૂ થયા બાદથી બીજીવાર સરકારે કોરોના વાયરસથી ઉત્પન્ન થયેલા હાલાત પર ચર્ચા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. વાયરસના પ્રસારને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અગાઉ 20મી એપ્રિલના રોજ પહેલી બેઠક યોજાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે