રાજકોટમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ, 24 કલાકમાં 12 દર્દીના મોત

રાજકોટમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ, 24 કલાકમાં 12 દર્દીના મોત
  • રાજકોટમાં કોરોના વેક્સીનના વિતરણ માટે રાજકોટ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. વોર્ડ વાઈઝ વેક્સીન વિતરણ માટે ટીમ તૈયાર કરાશે.

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેરમાં પણ હવે કોરોનાનો હાહાકાર મચ્યો છે. છેલ્લાં 24 કલાકમાં શહેરમાં 12 દર્દીઓના મોત થયા છે. જે જોતા કહી શકાય કે રાજકોટમાં પણ કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકનો મૃત્યુઆંક સૌથી વધુ છે. કોરોનાના વધતા જતા મૃત્યુઆંકથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ગઇકાલે 6 દર્દીઓના મોત થયા હતા. જોકે, મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

રાજકોટમાં વેક્સીન વિતરણ માટે પ્લાનિંગ શરૂ 
તો બીજી તરફ રાજકોટમાં કોરોના વેક્સીનના વિતરણ માટે રાજકોટ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. વોર્ડ વાઈઝ વેક્સીન વિતરણ માટે ટીમ તૈયાર કરાશે. આગમી સપ્તાહમાં આ બાબતે આરોગ્ય અધિકારી સાથે મીટિંગનું આયોજન કરાયું છે. વોર્ડ વાઈઝ પ્રભારીઓને જવાબદારી સોંપાશે. ઝોન વાઈઝ તેમજ વોર્ડ વાઈઝ મનપાના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કરની યાદી તૈયાર કરવાનું શરૂ કરાયું. ડોર ટુ ડોર વેક્સીનના વિતરણ માટેની વ્યવસ્થા ગોઠવાશે. રાજકોટના 9430 ડોકટર, હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ અપાશે. 

આ પણ વાંચો : એન્કાઉન્ટરમાં મરાયો દાહોદનો સાયકો કિલર દિલીપ, રતલામ પોલીસે ઓપરેશન પાર પાડ્યું 

રાજકોટમાં સતત બીજા દિવસે ઝી 24 કલાકે માસ્ક અંગે રિયાલિટી ચેક કર્યું. રાજકોટમાં જાહેર સ્થળ પર લોકો માસ્ક પહેરે છે કે કેમ તે અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યું. શહેરના મુખ્ય જ્યુબેલી શાક માર્કેટ ખાતે જોવા મળ્યું કે, શાકભાજીના વિક્રેતાઓ નિયમોનું પાલન નથી કરી રહ્યા. અનેક વેપારીઓ ચહેરા પર માસ્ક વગર જોવા મળ્યા. ત્યારે કેટલાક વેપારીઓએ કેમેરા સમક્ષ પોતાની ભૂલ પણ સ્વીકારી. કોરોનાના ફેઝ 2 માં હજી પણ લોકો બેદરકાર હોવાનું સામે આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news