Hyderabad GHMC Election Results 2020: પેપર બેલેટ ખુલતા જ મોટો ઉલટફેર, હવે TRS આગળ
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી(Greater Hyderabad Municipal Corporation Elections) નું કાઉન્ટિંગ કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતા. બધાની નજર આ ચૂંટણીના પરિણામો પર છે.
Trending Photos
હૈદરાબાદ: ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી(Greater Hyderabad Municipal Corporation Elections) નું કાઉન્ટિંગ કડક સુરક્ષા વચ્ચે આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે. 150 બેઠકો પર 1122 ઉમેદવારો મેદાનમાં હતા. બધાની નજર આ ચૂંટણીના પરિણામો પર છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આ ચૂંટણીમાં પૂરું જોર લગાવી દીધુ હતું. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી વખતે જે ટ્રેન્ડ આવી રહ્યા હતા તેમાં ભાજપને લીડ મળી હતી પરંતુ ત્યારબાદ જેવા પેપર બેલેટની ગણતરી શરૂ થઈ કે ઉલટફેર જોવા મળ્યો.
LIVE UPDATES....
Greater Hyderabad Municipal Corporation Elections Results | ||
પક્ષ | લીડ | જીત |
ભારતીય જનતા પાર્ટી (BJP) | 40 | |
તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) | 67 | |
AIMIM | 39 | |
કોંગ્રેસ | 04 | |
અન્ય | 00 | |
કુલ બેઠકો | 150 | |
શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે જેમા ંભાજપને જબરદસ્ત લીડ મળતી જોવા મળી છે. આ ચૂંટણીના પરિણામો તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM માટે નાકનો સવાલ છે. જ્યારે ભાજપ અહીં મોટો ઉલેટફેર કરવાની કોશિશમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે