Corona Update: આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યા છે કોરોનાના કેસ!, ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

કોરોનાની રસી આવે તે પહેલા જ દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27,071 દર્દીઓ નોંધાયા છે.

Corona Update: આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યા છે કોરોનાના કેસ!, ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: કોરોના (Corona Virus) ની રસી આવે તે પહેલા જ દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27,071 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 98,84,100 થઈ છે. જેમાંથી 3,52,586 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 93,88,159 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 336 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,43,355 પર પહોંચી ગયો છે. 

With 336 new deaths, toll mounts to 1,43,355. Total active cases at 3,52,586

Total discharged cases at 93,88,159 with 30,695 new discharges in the last 24 hours. pic.twitter.com/mBtYS9DXYv

— ANI (@ANI) December 14, 2020

કોરોનાના કુલ 15,45,66,990 ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 15,45,66,990 ટેસ્ટ હાથ ધરાયા છે. છેલ્લા 24 કલાકમાં 8,55,157 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

— ANI (@ANI) December 14, 2020

ગુજરાતમાં કોરોનાના નવા 1175 કેસ
રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી છે. ધીમે ધીમે સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થતો હોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગત 24 કલાકમાં કોવિડ 19ના 1175 કેસ નોંધાયા હતા. જો કે રાત્રી કરફ્યુ બાદ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે.  રાજ્યમાં 1347 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,10,214  દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 92.33 ટકા થયો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 861.37 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 86,69,576 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news