સુરત: મહિલા PSI અમિતા જોશી આપઘાત મામલે સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરતના ઉધનાનાં મહિલા PSI અમિતા જોશીએ 5 ડિસેમ્બરના રોજ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. ત્યારે આ આપઘાત મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મૃતક PSI જોશીના પિતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
Trending Photos
તેજસ મોદી/ સુરત: સુરતના ઉધનાનાં મહિલા PSI અમિતા જોશીએ 5 ડિસેમ્બરના રોજ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. ત્યારે આ આપઘાત મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મૃતક PSI જોશીના પિતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતક PSI જોશીના પતિ વૈભવ વ્યાસ, સસરા, સાસુ તેમજ પતિની બે બહેનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં આપઘાતની દૂષ્પ્રેરણા આપ્યાનો ઉલ્લેખ કર્યો છે.
આ પણ વાંચો:- સુરત જીલ્લામાં કમોસમી વરસાદથી પોંકની ખેતીને માઠી અસર, ખેડૂતોને ભારે નુકશાની વેઠવાની નોબત
એનિવર્સરીના દિવસે આત્મહત્યા કરી
મૂળ અમરેલીના અમિતા જોશી સુરતના ઉઘના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ ગૌરાંગ જોશી સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. પોલીસ દંપતી ફાલસાવાડીના પોલીસ લાઈનમાં સી બ્લોકમાં રહેતું હતું. ત્યારે આજે સવારે 6 વાગ્યા સુધી અમિતા જોશીએ ડ્યુટી કરી હતી. તેના બાદ તેઓ ઘરે ગયા હતા. આ દરમિયાન તેમના પતિએ તેમને વારંવાર ફોન કર્યો હતો, પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. તેથી તેઓએ આજુબાજુમાં જાણ કરી હતી. આખરે દરવાજો ન ખૂલતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ત્રિકમથી બારણુ તોડ્યું હતું. દરવાજો ખૂલતા જ અમિતા જોશીનો પેટના ભાગે ગોળી મારેલો મૃતદેહ મળી આવ્યો હતો.
કોન્સ્ટેબલમાંથી બન્યા હતા પીએસઆઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં અમિતાના પતિ દ્વારા તેને નોકરી છોડી દેવા માટે વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમિતા જોશી અને તેના પતિ વૈભવ પહેલા ભાવનગરમાં કોન્સ્ટેબલ હતા ત્યારે જ બંન્નેની સગાઇ હતી. જો કે ત્યાર બાદ અમિતા જોશીએ પીએસઆઇની પરીક્ષા આપી હતી. જેમાં તે સફળ રહ્યા હતા. 5 ડિસેમ્બર 2014ના રોજ તેમના લગ્ન થયા હતા. અમિતા જોશીની બદલી બાદ વૈભવ પણ બદલી કરાવીને સુરત ગયો હતો.
આ પણ વાંચો:- સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો, જાહેરમાં લોખંડનો પાઈપ મારીને એક કામદારે બીજા કામદારની હત્યા કરી
પુત્ર સાથે અંતિમ વીડિયો કોલ અને પુત્રએ કહ્યું મારા માટે નોકરી છોડી દો
2016માં બંન્નેના સુખી સંસારના ફળ સ્વરૂપ દીકરા જૈનમનો જન્મ થયો હતો. હાલ જૈનમ સાડા ચાર વર્ષનો છે. બંન્ને નોકરી કરતા હોવાના કારણે જૈનમ પર ધ્યાન આપી શકતા નહોતા. જેના કારણે જૈનમ વતનમાં દાદા દાદી સાથે રહેતો હતો. તે અવાર નવાર સુરત આવતો રહેતો હતો. જો કે બાળકની સારી સંભાળ માટે પતિ પત્ની બંન્ને એકબીજા પર નોકરી છોડવા માટે દબાણ કરતા રહેતા હતા. તે મુદ્દે બંન્ને વચ્ચે અનેકવાર તણખા પણ ઝરતા રહેતા હતા. એક અઠવાડીયા પહેલા પીએસઆઇ અમિતા જોશીના સાસુ હર્ષાબેન અને પુત્ર જૈનમ વૈભવના ઘરે હતા. 28 નવેમ્બરે તેઓ ગયા હતા.
પતિ પત્નીને સાથે રજા નહી મળતા સંબંધોમાં ખટાશ હતી
હાલમાં વતનમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન હોવાથી વૈભવ વતન ગયા હતા. અમિતા જોશીએ રજા મળી ન હોવાથી તેઓ જઇ શક્યા નહોતા. શનિવારે તેમની લગ્નની વર્ષગાંઠ હતી. ત્યારે પણ વૈભવ તેમની સાથે ન હતા. શનિવાર બપોર પહેલા વૈભવ સુરત આવવાના હતા. જો કે તેઓ તેમની મોટી બહેનના ઘરે ગારીયાધાર જવા માટે નિકળ્યાં હતા. આ મુદ્દે પણ ફોન પર બંન્ને વચ્ચે ઝગડો થયો હતો.
આ પણ વાંચો:- દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ધબકાર ગણાતી 100 વર્ષ જૂની બિલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન થશે બંધ
અંતિમ સંસ્કાર મુદ્દે પણ બંન્ને પરિવાર વચ્ચે માથાકુટ
મહિલા પીએસઆઇ અમિતા જોશીએ આપઘાત કરી લેતા પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સાસરીયા પક્ષે સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જો કે ત્યાર બાદ અમિતાના પિતા સહિતનાં પરિવારજનોએ અમિતાના મૃતદેહને લઇને વતન અમરેલી જિલ્લાના ધારી લઇને જતા જતા રહ્યા હતા. અંતિમ સંસ્કાર સુરતમાં ન કરાયા હતા. આજે ધારીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે