Corona Latest Data: મહારાષ્ટ્રમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 30 હજારથી વધુ કેસ, 99 મૃત્યુ
મુંબઈની વાત કરીએ તો અહીં આજે 3779 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશની આર્થિક રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,62,675 થઈ ચુકી છે. આ મહામારીએ અહીં 11586 લોકોના જીવ લીધા છે. છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મૃત્યુ થયા છે.
Trending Photos
મુંબઈઃ દેશમાં કોરોના મહામારી (Corona Virus) ફરી ડરાવી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. કોરોનાએ મહારાષ્ટ્ર અને તેની રાજધાની મુંબઈમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30535 નવા કેસ સામે આવ્યા છે. તો મુંબઈમાં તેની સંખ્યા 3779 છે.
તમને જણાવી દઈએ કે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં સામે આવનાર કેસની સંખ્યામાં સર્વાધિક છે. કોરોનાના વધતા કેસને જોતા રાજ્યમાં અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. પરંતુ કેસની સંખ્યામાં દરરોજ મોટો વધારો થઈ રહ્યો છે.
Maharashtra reports 30,535 new #COVID19 cases, 11,314 recoveries, and 99 deaths in the last 24 hours.
Total cases 24,79,682
Total recoveries 22,14,867
Death toll 53,399
Active cases 2,10,120 pic.twitter.com/7P0fZj77ip
— ANI (@ANI) March 21, 2021
મહારાષ્ટ્રના કુલ કેસ પર નજર કરીએ તો આંકડો 24,79,682 પહોંચી ચુક્યો છે. આ મહામારીમાં કુલ 53,399 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 99 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે 11314 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનું ટેસ્ટિંગ પણ મોટા પાયે થઈ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 1,83,56,200 લોકોના ટેસ્ટ થી ચુક્યા છે. આજે પણ 1,38,199 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મુંબઈની વાત કરીએ તો અહીં આજે 3779 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશની આર્થિક રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,62,675 થઈ ચુકી છે. આ મહામારીએ અહીં 11586 લોકોના જીવ લીધા છે. છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રમાં ગઈકાલના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 27126 નવા કેસ સામે આવ્યા હતા. તો 92 લોકોના મૃત્યુ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે