દિલ્હીની હવા બની ઝેરી, નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ, ગંભીર શ્રેણીમાં પહોંચ્યો AQI
દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે. અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર પહોંચી ગયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે. હવે દિલ્હીમાં નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Delhi Construction Ban: દિલ્હીમાં હવાની ગુણવત્તા કરાબ થવાને કારણે ફરીથી નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવા ગુણવત્તા મેનેજમેન્ટ આયોગે રવિવારે એક્યૂઆઈ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચતા આ નિર્ણય લીધો છે. ગયા મહિને પણ, કેન્દ્રની એર ક્વોલિટી પેનલે અધિકારીઓને દિલ્હી-એનસીઆરમાં આવશ્યક પ્રોજેક્ટ્સ સિવાય તમામ બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.
થોડા સમય બાદ એક્યૂઆઈમાં સુધાર થવા પર તે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ફરી હવાની ગુણવત્તા ખરાબ થવાને કારણે આ પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં રવિવારે એક્યૂઆઈ 400 પહોંચી ગયો, જે શનિવારે નોંધાયેલા એક્યૂઆઈથી પણ ખરાબ હતો.
દિલ્હીમાં વધી રહ્યો છે એક્યૂઆઈ
ભારત હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક વિજય સોનીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ ગુણવત્તા લગભગ 400ના એક્યૂઆઈની સાથે ગંભીર શ્રેણીમાં છે, પરંતુ આજે સાંજધી રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તામાં સુધાર થવાની સંભાવના છે.
Air quality in Delhi in ‘Severe’ category; Commission for Air Quality Management in NCR & adjoining areas temporarily bans construction and demolition activities in the entire NCR pic.twitter.com/2nVLVFbBjy
— ANI (@ANI) December 4, 2022
સતત પાંચમાં દિવસે ખુબ ખરાબ શ્રેણી રહી
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર શનિવારે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 323 નોંધવામાં આવ્યો હતો. દિલ્હીની વાયુ ગુણવત્તા સતત પાંચમાં દિવસે ખુબ ખરાબ શ્રેણીમાં રહી. તો શુક્રવારે સવારે એક્યૂઆઈ 335 રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
દરમિયાન, નોઈડામાં પણ AQI 379 પર 'ખૂબ નબળી' કેટેગરીમાં પહોંચી ગયો. 0 થી 100 સુધીની હવા ગુણવત્તા સૂચકાંક સારી માનવામાં આવે છે, જ્યારે 100 થી 200 મધ્યમ, 200 થી 300 નબળી, 300 થી 400 અત્યંત નબળી અને 400 થી 500 કે તેથી વધુ ગંભીર માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે