Gujarat Election 2022: અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામનું મોટું નિવેદન, 'મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપનારા ઈસ્લામ વિરુદ્ધ'

Gujarat Election 2022: અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ રવિવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જે લોકો ઈસ્લામને નબળો પાડવા માગે છે તેઓ મુસ્લિમ મહિલાઓને ચૂંટણી ટિકિટ આપે છે. આવા લોકો ઇસ્લામ વિરુદ્ધ છે.

Gujarat Election 2022: અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામનું મોટું નિવેદન, 'મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપનારા ઈસ્લામ વિરુદ્ધ'

Gujarat Election: અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ રવિવારે તે રાજનૈતિક પક્ષો પર આકરા પ્રહારો કર્યા જેમણે મુસ્લિમ મહિલાઓને ચૂંટણીમાં ટિકીટ આપે છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા શાહી ઈમામે શનિવારે ગુજરાત ચૂંટણીને લઈને એક સંદેશ શેર કર્યો હતો. જેમાં તેમણે મુસ્લિમોને એક થઈને મતદાન કરવા અપીલ કરી હતી.

અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ રવિવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જે લોકો ઈસ્લામને નબળો પાડવા માગે છે તેઓ મુસ્લિમ મહિલાઓને ચૂંટણી ટિકિટ આપે છે. આવા લોકો ઇસ્લામ વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે શું એવો કોઈ માણસ બચ્યો નથી કે જેને ચૂંટણીમાં ટિકિટ આપી શકાય.

ઇસ્લામમાં મહિલાઓનું એક સ્થાન
શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યું કે જો તમે ઈસ્લામની વાત કરો છો તો હું તમને કહેવા માંગુ છું કે અત્યારે તમે નમાજ દરમિયાન જોયું કે એક પણ મહિલા તમને નજરે પડી હોય. ઈસ્લામમાં સૌથી મહત્વની વસ્તુ નમાઝ છે. જો મહિલાઓનું આ રીતે લોકોની સામે આવવું વ્યાજબી હોત તો તેમને મસ્જિદમાંથી રોકવામાં ન આવી હોત. મસ્જિદ પર પ્રતિબંધ છે કારણ કે ઇસ્લામમાં મહિલાઓ માટે સ્થાન છે.

— ANI (@ANI) December 4, 2022

ટિકીટ આપીને ઈસ્લામને કમજોર કરવાની મંશા
તેમણે વધુમાં કહ્યું કે જેઓ મુસ્લિમ મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેઓ ઈસ્લામ વિરુદ્ધ બળવો કરી રહ્યા છે. આપણા ધર્મમાં પુરુષોની કોઈ કમી નથી. અગાઉ ઈમામે કહ્યું હતું કે 2012માં અમદાવાદની જમાલપુરા બેઠક પણ મુસ્લિમ મતોના વિભાજનને કારણે ભાજપે કબજે કરી હતી. આ વખતે આપણે એક થઈને મતદાન કરવાનું છે. મુસ્લિમોએ એકને વિજયી બનાવવો જોઈએ, જે તેમનું પ્રતિનિધિત્વ કરે.

તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે સોમવારે મતદાન થવાનું છે. શબ્બીર પોતે પણ અમદાવાદ જશે અને 5 ડિસેમ્બર 2022ના રોજ બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરશે.

ગુજરાતમાં થર્ડ પાર્ટી નહીં ચાલે
ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરી તાકાત લગાવી રહી છે, તેના પર જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે ગુજરાતમાં ત્રીજા પક્ષને કોઈ અવકાશ નથી. લોકો પહેલા પણ આવ્યા છે પણ ચાલ્યા નથી. જો તમે કોંગ્રેસ સાથે પણ દુશ્મની બનાવી લીધી છે તો ભાજપ સાથે તો છે તો પછી શું થશે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news