IIMC કનેક્શન્સ 2019માં પીયૂષ પાંડે અને જયજીત દાસને ઇફ્કો ઇમકા એવોર્ડ

આઇઆઇએમસી એલ્યુમિનાઇ એસોસિએશનનાં મહારાષ્ટ્ર અને ઓરિસ્સા ચેપ્ટરનું વાર્ષિક મીટ કનેક્શન 2019 મુંબઇ, ભુવનેશ્વર અને ઢેંકનાલમાં સંપન્ન થયું.

IIMC કનેક્શન્સ 2019માં પીયૂષ પાંડે અને જયજીત દાસને ઇફ્કો ઇમકા એવોર્ડ

મુંબઇ : આઇઆઇએમસી એલ્યુમિનાઇ એસોસિએશનનાં મહારાષ્ટ્ર અને ઓરિસ્સા ચેપ્ટરનું વાર્ષિક મીટ કનેક્શન 2019 મુંબઇ, ભુવનેશ્વર અને ઢેંકનાલમાં સંપન્ન થયું. કનેક્શન 2019ની શરૂઆત 17 ફેબ્રુઆરીએ આઇઆઇએમસી મુખ્ય મથક દિલ્હી ખાતેથી થઇ હતી. તેનું સમાપન 13 એપ્રીલે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થશે. જે દરમિયાન દેશ અને વિદેશનાં 20 શહેરોમાં અલગ અલગ ચેપ્ટરની મીટ આયોજીત થશે. મુંબઇ પ્રેસ ક્લબમાં મહારાષ્ટ્ર ચેપ્ટરની મીટ કનેક્શન 2019 મુંબઇમાં ઇમકા અધ્યક્ષ પ્રસાદ સાન્યાલે પીયૂષ પાંડેને બિઝનેસ રિપોર્ટિંગ માટે ઇફ્કો ઇમકા એવોર્ડ સ્પેશ્યલ જ્યુરી મેંશન એવોર્ડ આપ્યો હતો. 

મીટની અધ્યક્ષતા ચેપ્ટર ઉપાધ્યક્ષ ધનંજય રોયે કરી હતી. જ્યારે મંચ સંચાલન મહાસચિવ નીરજ વાજપેયીએ કર્યું. મીટને કોષાધ્યક્ષ સંગઠન સચિવ રીતેશ વર્મા, સચિવ સાધના આર્ય ઉપરાંત આઇપીએસ અધિકારી વીરેન્દ્ર મિશ્ર, બેંક અધિકારી રત્નેશ કુમાર, સતીશ કુમાર સિંહ, વંદના કુમારી, શાલિની રાવલા, બ્રજ કિશોરે પણ સંબોધિત કરી હતી. ઇમકા અધ્યક્ષ પ્રસાદ સાન્યાલે ઇમકા મેડિકલ સહાય કોષ અને ઇમકા સ્કોલર શિપ જેવી નવી યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી. ચેપ્ટરનાં મહાસચિવ નીરજ વાજપેયીએ ચેપ્ટરમાં નિયમિત બેઠકોની જરૂરિયા અને તેમાં એલુમિનાઇની ભાગીદારી તરફ પણ ધ્યાન દોર્યું હતું. ઢેકનાલમાં આઇએએમસીનાં પૂર્વી ભારત કેંપસમાં એસોસિએશનનાં ઓરિસ્સા ચેપ્ટરએ પહેલી મીટ કનેક્શન 2019 ઢેંકનાલનું આયોજન કર્યું જેમાં કેંપસનાં નિર્દેશક પ્રો. મૃણાલ ચેટર્જીએ સ્પનીલ જોગેલકરને બીબી મોહંતી મોમોરિયલ એવોર્ડ, પ્રિયંકા જોશીને કેએમ શ્રીવાસ્તવ મેમોરિયલ એવોર્ડ અને ભરત ભૂષણને ચિંતામણી મહાપાત્રા મેમોરિયલ એવોર્ડ આપ્યો હતો. 

ઢેંકનાલ મીટનાં અધ્યક્ષ ઇમકા ઓરિસ્સા ચેપ્ટરનાં અધ્યક્ષ સંજય સાહુએ કરી હતી. જેમને ઇમકાનાં કાર્યકારી અધ્યક્ષ રીતેશ આનંદ, ઉત્તરપ્રદેશ ચેપ્ટરનાં સંગઠન સચિવ કમલેશ રાઠોડ ઉપરાંત સંગઠન સચિવ રીતેશ વર્મા, પૂર્વ કોષાધ્યક્ષ દીક્ષા સકસેના, કેન્દ્રીય સમિતી સભ્ય સ્નેહા ભટ્ટાચાર્યએ પણ સંબોધિત કરી હતી. ઇમકા ઓરિસ્સા ચેપ્ટરે બીજા મીટ કનેક્શન્સ 2019 ભુવનેશ્વરનું આયોજન  ભુવનેશ્વરમાં કર્યું જ્યાં વરિષ્ઠ પત્રકાર સંગીતા અગ્રવાલે જયજીત દાસને બિઝનેસ રિપોર્ટ માટે ઇફકો ઇમકા એવોર્ડની સ્પેશ્યલ જુરી મેંશન એવોર્ડ આપ્યો હતો. 

ઇટને ઇફ્કો ઇમકા એવોર્ડનાં આ વર્ષનાં વિજેતા વરિષ્ઠ પત્રકાર જજાતિ કરણ, પ્રબીર પ્રધાન, ઇતિશ્રી સિંહ રાઠોડ, રુદ્ર પ્રસન્ન રથ અને અભિલાશ પાણિગ્રહિએ પણ સંબોધિત કરી. ભુવનેશ્વર મીટનાં અધ્યક્ષતા ચેપ્ટર અધ્યક્ષ સંજય સાહુએ કરી જ્યારે મંચ સંચાલન કોષાધ્યક્ષ કિશન બરાઇએ કર્યું. મીટમાં રાષ્ટ્રીય સ્તરનાં ઇફકો ઇમકા એવોર્ડની જેમ જ ઓરિસ્સા ચેપ્ટરનો પણ એવોર્ડ શરૂ કરવા અંગે ચર્ચા થઇ હતી. મીટમાં ઇમકાના કાર્યકારી અધ્યક્ષ રીતેશ આનંદની સાથે કેન્દ્રીય સમિતી અને યુપી ચેપ્ટરનાં પ્રતિનિધિઓ પણ જોડાયા હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news