બાલકોટ: NTRO સર્વિલાન્સનો દાવો, આતંકવાદી શિબિરમાં એક્ટિવ હતા 300 ફોન

વાયુસેનાને પાકિસ્તાનનાં ખેબર પખ્તુનખ્વા પ્રાંતની શિબિરમાં હુમલાની અનુમતી મળ્યા બાદ નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનએ સર્વિલાન્સ ચાલુ કર્યું હતું

બાલકોટ: NTRO સર્વિલાન્સનો દાવો, આતંકવાદી શિબિરમાં એક્ટિવ હતા 300 ફોન

નવી દિલ્હી : પાકિસ્તાનનાં બાલકોટ ખાતે આતંકવાદી શિબિરો પર એરફોર્સનાં હવાઇ હુમલાઓમાં કેટલા આતંકવાદી ઠાર મરાયા, તે સવાલ મુદ્દે જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે આવી ચુક્યા છે, બીજી તરફ ભારતીય ગુપ્તચર એજન્સીઓની ટેક્નોલોજી સર્વિલાન્સથી એક મોટો ખુલાસો થયો છે. સર્વિલાન્સ અનુસાર આતંકવાદી કેમ્પમાં 280-300 જેટલા મોબાઇલ ફોન એક્ટિવ હોવાની માહિતી સામે આવી છે, જેના પરથી સાબિત થાય છે કે ત્યાં 250-300 જેટલા આતંકવાદીઓ હાજર હતા. 

— ANI (@ANI) March 4, 2019

સમાચાર એજન્સી ANIએ સુત્રોનાં હવાલાથી જણાવ્યું કે, વાયુસેનાને પાકિસ્તાનનાં ખેબર પખ્તુનખ્વા પ્રાંતની શિબિરમાં હુમલાની અનુમતી મળ્યા બાદ નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO)એ સર્વિલાન્સ ચાલુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાયુસેનાનાં મિરાઝ 2000નાં પુલવામા એટેક બાદ બાલકોટમાં આતંકવાદી શિબિરો પર એર સ્ટ્રાઇક કરી હતી. સુત્રોએ જણાવ્યું કે, ટેક્નોલોજીકલ સર્વેલાન્સ દરમિયાન આ માહિતી સામે આવી છે કે કેમ્પમાં આશરે 300 મોબાઇલ ફોન એક્ટિવ જોવા મળ્યા હતા. જેના થોડા દિવસો બાદ એર સ્ટ્રાઇક થઇ હતી. કેમ્પને આઇએએફના ફાઇટર જેટે એરસ્ટ્રાઇક કરી હતી.

સુત્રોએ તેમ પણ જણાવ્યું કે, ગુપ્તચર એજન્સીઓએ પણ એનટીઆરઓની માહિતીની પૃષ્ટી કરી હતી. જો કે અધિકારીક રીતે હવાઇ હુમલામાં મરાયેલા આતંકવાદીઓની સંખ્યા મુદ્દે કોઇ જ માહિતી આપવામાં આવી નહોતી. બીજી તરફ વાયુસેના ચીફ બી.એસ ધનોઆએ સોમવારે કોયમ્બતુરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, શબોને ગણવું અમારુ કામ નથી. ધનોઆએ કહ્યું કે, અમે ટાર્ગેટ હીટ કરીએ છીએ, શબો ગણવા અમારુ કામ નથી. અમે માત્ર એટલું જ જોઇએ છીએ કે ટાર્ગેટ હિટ કર્યો છે કે નહી. હા અમે કર્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news