કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં બબાલ, રાહુલના આરોપો પર ગુસ્સે થયા આઝાદ અને સિબ્બલ


કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે, જો તે કોઈ રીતે ભાજપ સાથે મળેલા છે, તો તે પોતાનું રાજીનામુ આપી દેશે. આઝાદે કહ્યુ કે, પત્ર લખવાનું કારણ કોંગ્રેસની કાર્યસમિતિ હતી. 


 

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં બબાલ, રાહુલના આરોપો પર ગુસ્સે થયા આઝાદ અને સિબ્બલ

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં ઓલ્ડ ગાર્ડ વિરુદ્ધ યંગ ગાર્ડની લડાઈ જોરશોરથી જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેઠકમાં આરોપ લગાવ્યો કે, જેણે આ સમયે પત્ર લખ્યો છે, તે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે. તેના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુસ્સામાં છે અને વળતો જવાબ આપી રહ્યાં છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે બેઠક દરમિયાન ટ્વીટ કર્યું છે. 

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, રાહુલ ગાંધી કહી રહ્યાં છે કે, અમે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છીએ. મેં રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો યોગ્ય પક્ષ રાખ્યો, મણિપુરમાં પાર્ટીને બચાવી. છેલ્લા 30 વર્ષથી એવું કોઈ નિવેદન નથી આપ્યું જે કોઈ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડે. છતાં પણ કહેવામાં આવી રહ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ. 

Succeeded in Rajasthan High Court defending the Congress Party

Defending party in Manipur to bring down BJP Govt.

Last 30 years have never made a statement in favour of BJP on any issue

Yet “ we are colluding with the BJP “!

— Kapil Sibal (@KapilSibal) August 24, 2020

આ સિવાય બેઠકમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે, જો તે કોઈ રીતે ભાજપ સાથે મળેલા છે, તે પોતાનું રાજીનામુ આપી દેશે. આઝાદે કહ્યુ કે, પત્ર લખવાનું કારણ કોંગ્રેસની કાર્યસમિતિ હતી. 

તમને જણાવી દઈએ કે કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદ તે 23 નેતાઓમાં સામેલ છે, જેણે કોંગ્રેસ વર્કિંગ કમિટીને પહેલા પત્ર લખ્યો હતો. પત્રમાં કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ પર સવાલ ઉભા કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે, આ સમયે એક એવા અધ્યક્ષની માગ છે જે પૂર્ણ રૂપથી પાર્ટીને સમય આપી શકે. 

CWC Meeting: સોનિયા ગાંધીએ પદ છોડવાની કરી રજૂઆત, જાણો અન્ય અપડેટ   

સોમવારે યોજાયેલી આ બેઠકમાં પત્રને લઈને ખુબ વિવાદ થયો, સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી દીધી છે. પરંતુ ઘણા વરિષ્ઠ નેતા આ માટે ઇનકાર કરી રહ્યાં છે. સાથે પત્ર લખનાર પર રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા અને તેમણે તેના સમય પર સવાલ ઉઠાવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news