સુરતમાં ભારે વરસાદના કારણે તંત્રની લોકોને સાવચેત રહેવા અપીલ, દરિયો ખેડવા પર પ્રતિબંધ

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે જનજીવન અસર જોવા મળી રહી છે. નદી-નાળા અને ખાડીઓ બે કાંઠે વહેતી થતાં ઘણા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સુરતની તાપી નદીમાં પાણીમાં વધારો થયો છે. તાપી નદીમાં પાણીની આવક થતા નદીની આસપાસ આવેલા ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમ જ દરિયાઇ કિનારે માછીમારોને દરિયો ખેડવા માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સુરતમાં ભારે વરસાદના કારણે તંત્રની લોકોને સાવચેત રહેવા અપીલ, દરિયો ખેડવા પર પ્રતિબંધ

ચેતન પટેલ, સુરત: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે જનજીવન અસર જોવા મળી રહી છે. નદી-નાળા અને ખાડીઓ બે કાંઠે વહેતી થતાં ઘણા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સુરતની તાપી નદીમાં પાણીમાં વધારો થયો છે. તાપી નદીમાં પાણીની આવક થતા નદીની આસપાસ આવેલા ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમ જ દરિયાઇ કિનારે માછીમારોને દરિયો ખેડવા માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી 24 કલાક સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સાથે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે, દક્ષીણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઇને સુરતની તાપી નદીના પાણીમાં વધારો થયો છે. તાપી નદીમાં પાણીની આવક થતા અડાજણ રિવરફ્રન્ટ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તેમજ નદીની આસપાસ આવેલા ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમ જ દરિયાઇ કિનારે માછીમારોને દરિયો ખેડવા માટે પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તો બીજી તરફ સુરતના પલસાણાના અંત્રોલી ગામના ખાડીના પુલ પરના વરસાદી પાણીમાં ફરી એક કાર તણાઇ છે. નવસારીનો યુવાન ગુગલ મેપના આધારે આંતરિક રસ્તા પરથી હાઇવ પર જઇ રહ્યો ઙતો. રાત્રીના સમયે અજાણ્યો યુવાન હોવોથી પુલ પરથી પસાર થતા 4 ફૂટ જેટલા પાણીનો અંદાજો આવ્યો નહીં. જેના કારણે કાર ખાડીના ધસમસતા વરસાદી પાણીમાં તણાઇ ગઇ હતી. જો કે, યુવાન કારનો રુફ ખોલી બહાર આવ્યો હતો.

કાર ચાલક યુવાન કારની ઉપર બેસી બુમાબુમ કરી ત્યારે ગ્રામજનો દોડી આવ્યા અને કાર ચાલક યુવાનને સુરક્ષીત ધસમસતા પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ગ્રામજનોએ કારને પાણીની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાણીના તેજ પ્રવાહના કારણે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. બે અઠવાડિયા પહેલા અહીં જ એક સુરતના યુવાનની કાર તણાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news