કોંગ્રેસમાં મહાભારતઃ વર્કિંગ કમિટીની બેઠકમાં વિવાદ, દરેક જાણકારી લીક થવાનો આરોપ

પાર્ટીમાં જાણકારી લીક થવાનો ખતરો એટલો વધુ છે કે આજ CWCની બેઠક પણ ઝૂમ એપ પર ન બોલાવવામાં આવી. જણાવવામાં આવ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઝૂમની જગ્યાએ Cisco WebEx પર બેઠક બોલાવવામાં આવી છે.
 

કોંગ્રેસમાં મહાભારતઃ વર્કિંગ કમિટીની બેઠકમાં વિવાદ, દરેક જાણકારી લીક થવાનો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈને જંગ શરૂ થયો છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા આમને-સામને આવી ગયા છે. પરિવર્તનને લઈને લખવામાં આવેલા વરિષ્ઠ નેતાઓના પત્ર પર રાહુલ ગાંધીએ ભાજપની સાથે મિલીભગત જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદથી કોંગ્રેસના અલગ-અલગ નેતાઓની આકરી પ્રતિક્રિયાઓ આપી રહી છે. બેઠકની ગોપનીયતાને લઈને પણ સવાલ ઉઠી રહ્યાં છે. 

પાર્ટીમાં જાણકારી લીક થવાનો ખતરો એટલો વધુ છે કે આજ CWCની બેઠક પણ ઝૂમ એપ પર ન બોલાવવામાં આવી. જણાવવામાં આવ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઝૂમની જગ્યાએ Cisco WebEx પર બેઠક બોલાવવામાં આવી છે. આ એપ દ્વારા વીડિયો બેઠકમાં હાજર લોકો માત્ર પોતાનો વીડિયો રેકોર્ડ કરી શકે છે. આખી મીટિંગની વાતચીત રેકોર્ડ કરી શકે નહીં. જ્યારે ઝૂમ એપ પર આ કરવુ સંભવ છે. 

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં બબાલ, રાહુલના આરોપો પર ગુસ્સે થયા આઝાદ અને સિબ્બલ

આ વચ્ચે જ્યારે બેઠક થઈ તો તમામ પ્રકારની ખબરો બહાર આવવા લાગી. આ લડાઈમાં કોંગ્રેસની પૂર્વ સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદના રામ્યા પણ કુદી છે. તેણે આરોપ લગાવ્યો કે તેણે માત્ર મીડિયાને પત્ર લીક કર્યો નથી, પરંતુ હાલ ચાલી રહેલી કાર્યસમિતિની બેઠકની દરેક જાણકારી પણ આ નેતા મીડિયામાં લીક કરી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટે અંતરિમ અધ્યક્ષના રૂપમાં સોનિયા ગાંધીનું એક વર્ષ પૂરુ થઈ ગયું છે. આ વચ્ચે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ પહેલા જ સોનિયા ગાંધીને પત્ર લખીને નેતૃત્વમાં મોટા ફેરફાર કરવાની માગ કરી હતી. આ વિવાદ વચ્ચે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પણ કોંગ્રેસ નેતાઓ વચ્ચે બબાલ જોવા મળી છે. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે, જે નેતાઓએ આ પત્ર લખ્યો છે તે ભાજપ સાથે મળેલા છે. 

રાહુલના આ આરોપ બાદ પણ વિવાદ શરૂ થઈ ગયા છે. પત્ર લખનારમાં સામેલ ગુલામ નબી આઝાકે સ્પષ્ટ કહ્યુ કે, જો આ સાબિત થાય તો રાજીનામુ આપી દઇશ. તો કપિલ સિબ્બલે રાહુલના આ નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news