રાફેલ ડીલ અને આયુષમાન ભારત મુદ્દે રાહુલ ગાંધીનો વ્યંગ, ચલાવી મીઠી છુરી

દેશના ચોકીદારે ખોલજા સીમ સીમનો દાબડો ખોલ્યો અને અનિલ અંબાણીને 1,30,000 કરોડ રૂપિયાની ડીલ આપી દીધી

રાફેલ ડીલ અને આયુષમાન ભારત મુદ્દે રાહુલ ગાંધીનો વ્યંગ, ચલાવી મીઠી છુરી

નવી દિલ્હી : રાફેલ ડીલ અને આયુષમાન ભારત યોજના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનોખા અંદાજમાં શાબ્દિક પ્રહાર કર્યો. આ વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર વ્યંગ કરતા તેમણે ચોર જેવા શબ્દોનો પ્રયોગ ટાળ્યો હતો. જો કે તેમણે વાહવાહીનો અંદાજ દેખાડ્યો છે. રાફેલ ડીલ માટે વધારે પૈસા આપવા અને આયુષમાન ભારત માટે મામુલી નાણા ફાળવવા માટે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, વાહ મોદીજી વાહ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ અનિલ અંબાણીને રાફેલ ગોટાળામાં 1.30 લાખ હજાર કરોડ રૂપિયા આપ્યા અને 50 લાખ ભારતીયોને આયુષ્માન ભારત યોજના હેઠળ માત્ર 2 હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું. 
શુક્રવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, દેશના ચોકીદાર ખુલ જા સિમ સિમ ક્યારે કહે છે ? અનિલ અંબાણીને રાફેલ ગોટાળામાં 1,30,000 કરોડ રૂપિયા અને 50 કરોડ ભારતીયોને Ayushman Bharat-PMJAYમાં 2000 કરોડ રૂપિયા. 5 લાખના સ્વાસ્થય વિમા ઝુનઝુને પર મોદીજીના વાર્ષિક પ્રતિ વ્યક્તિ ખર્ચ માત્ર 40 રૂપિયા. વાહ મોદીજી વાહ, સમાચાર જ તમારો પ્રચાર.

अनिल अम्बानी को राफेल घोटाले में 1,30,000 Cr.

50 करोड़ भारतीयों को Ayushman Bharat-PMJAY में 2000 Cr!

5 लाख के स्वास्थ्य बीमा झुनझुने पर मोदीजी का सालाना प्रति व्यक्ति खर्च मात्र ₹40!

वाह मोदीजी वाह, समाचार ही आपका प्रचार.

— Rahul Gandhi (@RahulGandhi) September 28, 2018

અગાઉ શુક્રવારે ભીમા-કોરેગાંમ હિંસા મુદ્દે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ભારે શાબ્દિક પ્રહાર કર્યો. શાહે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસ શહેરી નક્સલી મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે. શાહે એક મહિના પહેલા રાહુલ ગાંધીના ટ્વીટને તેમના જ અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, મુર્ખતાનું એક માત્ર સ્થળ છે જેને કોંગ્રેસ કહે છે. તેણે ભારતના ટુકડે-ટુકડા ગૈંગ, માઓવાદીઓ, નકલી કાર્યકર્તાઓ અને ભ્રષ્ટ લોકોનું સમર્થન કર્યું. 

બંન્ને દળોનાં ટોપના નેતાઓ વચ્ચે ટ્વીટર વોર ચાલી રહી છે. શુક્રવારથી જ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના રીવામાં રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે મોદી સરકાર અને રાજ્યનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news