મહારાષ્ટ્ર: શિવસેના-BJPના રાજકીય ઘમાસાણ વચ્ચે શું છે કોંગ્રેસ-NCPની રણનીતિ? આ રહ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (Shiv Sena) વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ (Congress) પોતાના માટે સત્તા પર  બિરાજમાન થવાની તક શોધી રહી છે. પરંતુ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી  કોંગ્રેસ પાર્ટી (NCP) ગઠબંધન શિવસેનાને સમર્થન મુદ્દે હજુ પણ પોતાના પત્તા ખોલી રહ્યાં નથી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને પૃથ્વીરાજ ચૌહાણે ગુરુવારે એનસીપી સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત કરી. 

મહારાષ્ટ્ર: શિવસેના-BJPના રાજકીય ઘમાસાણ વચ્ચે શું છે કોંગ્રેસ-NCPની રણનીતિ? આ રહ્યો જવાબ

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (Shiv Sena) વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ (Congress) પોતાના માટે સત્તા પર  બિરાજમાન થવાની તક શોધી રહી છે. પરંતુ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી  કોંગ્રેસ પાર્ટી (NCP) ગઠબંધન શિવસેનાને સમર્થન મુદ્દે હજુ પણ પોતાના પત્તા ખોલી રહ્યાં નથી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને પૃથ્વીરાજ ચૌહાણે ગુરુવારે એનસીપી સુપ્રીમો શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત કરી. 

મહારાષ્ટ્ર કોંગ્રેસ શાખાના પ્રમુખ બાલાસાહેબ થોરાટે પણ પવારની મુલાકાત કરી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકો ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે હતી. આ બાજુ શિવસેના નેતા સંજય રાઉતે પણ એનસીપી ચીફ શરદ પવારની મુલાકાત કરી. તેમણે પોતે તેની જાણકારી આપતા કહ્યું કે હું તેમને દિવાળીની શુભકામનાઓ આપવા ગયો હતો. અમે મહારાષ્ટ્રના રાજકારણ ઉપર પણ ચર્ચા કરી. 

— ANI (@ANI) October 31, 2019

કોંગ્રેસ-એનસીપી હાલ રાજકીય સ્થિતિને માપવાની કોશિશ કરી રહ્યાં છે. કોંગ્રેસનું માનવું છે કે જ્યાં સુધી ભાજપ-શિવસેનાની લડાઈ ચાલુ રહેશે ત્યાં સુધી પોતાની રણનીતિ બહાર પાડવી જોઈએ નહીં. કોંગ્રેસ જો કે હાલ કોઈ પણ મોટો નિર્ણય લેવા માટે એનસીપી પર વધુ નિર્ભર છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે એનસીપી અમારા ગઠબંધનની સહયોગી છે અને પવાર સાથે વિચાર વિમર્શ બાદ જ કોઈ નિર્ણય લેવાશે. 

કોંગ્રેસના નેતાઓને શિવસેના તરફથી ગઠબંધન તોડવામાં આવે તેવી આશાઓ છે. પાર્ટી પ્રવક્તા મીમ અફઝલે કહ્યું કે ભાજપ માટે શિવસેના કડક સાબિત થઈ રહી છ ે પરંતુ ભાજપ તેની રોટેશનલ મુખ્યમંત્રીના પદની માગણી સ્વીકારશે નહીં. 

જુઓ LIVE TV

રાજ્યમાં કોંગ્રેસ 2014થી સત્તા બહાર છે. પાર્ટીના એક જૂથનો વિચાર છે કે પાર્ટીએ શિવસેનાને બિનશરતી સમર્થનની જાહેર કરવું જોઈએ. પરંતુ પાર્ટી ઉતાવળમાં નથી અને ભાજપ-શિવસેના વચ્ચેના કોઈ નિર્ણયની રાહ જોઈ રહી છે. એક નેતાએ કહ્યું કે કોંગ્રેસ, એનસીપીની રણનીતિથી પણ સાવધાન છે. એનસીપીએ 2014માં ભાજપ સરકારને તે સમયે બહારથી સમર્થન આપ્યું હતું જ્યા સુધી શિવસેના ગઠબંધનમાં સામેલ થઈ નહતી. 

સરકાર બનાવવાનો અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરે લેશે
આ બાજુ સત્તાની ખેંચતાણ વચ્ચે શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે સરકાર બનાવવામાં વાર લાગે તે સારું નથી. ભાજપ સાથે વાતચીત અંગે પૂછવામાં આવતા તેમણે  કહ્યું કે તેમની પાર્ટીની ભાજપ સાથે કોઈ વાતચીત થઈ નથી. જો કે તેમણે કહ્યું કે તેમના પિતા અને સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સરકાર રચના પર અંતિમ નિર્ણય લેશે. આદિત્ય ઠાકરે, રાજ્યપાલ બી એસ કોશ્યારીની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતાં. 

એકનાથ શિંદે વિધાયક દળના નેતા
શિવસેનાએ ગુરુવારે એકનાથ શિંદને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી લીધા. પાર્ટીએ જલદી મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે પોતાની બેઠકની જાહેરાત પણ કરી. આદિત્ય ઠાકરેએ વિધાયક દળના નેતાના પદ માટે શિંદેનું નામ અને મુખ્ય સચેતક પદ માટે સુનીલ પ્રભુનું નામ રજુ  કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news