યાસીન મલિકની ધરપકડ કોંગ્રેસના નેતાને ખુબ ખટકી, કહ્યું-'બંદૂકની અણીએ અરેસ્ટ કર્યાં'
કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા દેશ વિરોધીઓ અને પાકિસ્તાન તરફી ભાગલાવાદીઓના સમર્થનમાં એક તાજુ નિવેદન સામે આવ્યું છે. તિહાડ જેલમાં બંધ જમ્મુ અને કાશ્મીરના ભાગલાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીસી ચાકોનો આજે દર્દ છલકાઈ આવ્યું.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા દેશ વિરોધીઓ અને પાકિસ્તાન તરફી ભાગલાવાદીઓના સમર્થનમાં એક તાજુ નિવેદન સામે આવ્યું છે. તિહાડ જેલમાં બંધ જમ્મુ અને કાશ્મીરના ભાગલાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીસી ચાકોનો આજે દર્દ છલકાઈ આવ્યું. કોંગ્રેસના નેતાએ યાસીન મલિકને તિહાડ જેલમાં મોકલવાની ઘટનાને બંદૂકની અણી પર કરાયેલી ધરપકડ ગણાવતા તેને ખોટું ગણાવ્યું છે. પીસી ચાકોએ કહ્યું કે, 'સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કે જે પોતે આરોપી છે તેઓ ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે અલગાવવાદના નામ પર કોઈ યાસીન મલિકને બંદૂકની અણી પર સરન્ડર કરવાનું કહેવાયું. કોઈ પણ સ્વાભિમાની વ્યક્તિ એવી જ પ્રતિક્રિયા આપશે જેવી યાસીન મલિકે આપી છે. '
પીસી ચાકોએ વધુમાં કહ્યું કે, 'જો કે અમે યાસીન મલિકની વિચારધારાનું સમર્થન નથી કરતા પરંતુ તેમણે જે સાહસ દેખાડ્યું છે તે કઈંક એવું જ છે જેને બિરદાવવું જોઈએ. કારણ કે નવી દિલ્હી (કેન્દ્ર) કોઈને ધમકી આપી શકે નહીં, ભારત એક લોકતંત્ર છે.'
અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણી 2019ના ત્રણ તબક્કાના મતદાન થઈ ગયા છે. ચોથા તબક્કાનું મતદાન 29મી એપ્રિલે છે. કોંગ્રેસના નેતાઓના નિવેદનો પણ રાજકીય માહોલ ગરમાવી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા પટણાસાહિબથી સાંસદ શત્રુઘ્ન સિન્હા હવે કોંગ્રેસના જ 'શત્રુ' બનતા જોવા મળી રહ્યાં છે. તેઓ મધ્ય પ્રદેશના છિંદવાડામાં મુખ્યમંત્રી કમલનાથના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથ માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. ત્યાં તેમણે આપેલું ભાષણ તેમની પાર્ટી માટે જ અસહજ સ્થિતિ પેદા કરી રહ્યું છે.
શત્રુઘ્ન સિન્હાના ભાષણની સાથે જ આ લોકસભાની ચૂંટણીમાં પણ જિન્નાહનું જિન ફરી પાછું બોટલમાંથી બહાર આવ્યું છે. સોસરમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ અલી જિન્નાહનું પણ યોગદાન રહ્યું છે.
કોંગ્રેસ પાર્ટીના વખાણ કરતા સિન્હાએ કહ્યું કે સરદાર પટેલથી લઈને નહેરુ સુધી, મહાત્મા ગાંધીથી લઈને જિન્નાહ સુધી, ઈન્દિરા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી, ભારતની આઝાદી અને વિકાસમાં બધાનું યોગદાન છે. આથી હું કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો. અત્રે જણાવવાનું કે શત્રુઘ્ન સિન્હા પટણા સાહિબ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.
જુઓ LIVE TV
પીએમ મોદીનું નામ લીધા વગર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે વ્યક્તિથી મોટી પાર્ટી હોય છે, પાર્ટીથી મોટો દેશ હોય છે, દેશથી મોટું કશું જ હોતું નથી. અહીં તેમણે નોટબંધી અને જીએસટીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે આ બંને લીમડા પર કારેલા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે