માર્કેટમાં કેરીઓના ભાવ આસમાને છે, તો કેરીનો રસ કેમ સસ્તામાં વેચાય છે?
Trending Photos
અમદાવાદ :ગુજરાતીઓમાં કેરી કાપીને ખાવા કરતા કેરીનો રસ ખાવાનું ચલણ વધુ છે. ઉનાળાના દિવસો શરૂ થતાની સાથે જ કેરીનો તૈયાર રસ વેચનારાઓનો રાફડો ફાટે છે. પરંતુ એક તરફ માર્કેટમાં કેરીના ભાવ આસામાને છે, ત્યાં બીજી તરફ સસ્તા ભાવે કેરીનો રસ વેચાઈ રહ્યો છે.
કેવી રીતે તૈયાર કરાય છે રસ
હાલ માર્કેટમાં કેરીઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવ્યો નથી. જે પણ કેરીઓ છે તે ઊંચા ભાવે વેચાઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં કેરીનો રસ વેચતી હાટડીઓ ખૂલી ગઈ છે. ત્યારે માત્ર એસન્સ અને પપૈયાના છીણ સહિત કેરીની ખટાશ ઉમેરીને કેમિકલ યુક્ત રસ વેચવામા આવે છે. જે હેલ્થ માટે અત્યંત નુકશાનકારક છે.
દરરોજ હજારો કિલોનો કેરીઓનો રસ ખુલ્લેઆમ શહેરોમાં વેચાઈ રહ્યો છે. હજી બજારમાં કેસર કેરીની હાજરી સાવ પાંખી છે, અથવા તો કેટલાક શાક માર્કેટમાં કેસર કેરી પહોંચી જ નથી, ત્યાં માર્કેટમાં કેસર કેરીનો રસ વેચાતો થઈ ગયો છે. 60 રૂપિયાથી લઈને 100 કિલોના ભાવ કેરીનો રસ વેચાઈ રહ્યો છે, જેની સામે માર્કેટમાં એટલી કેરીઓ પણ નથી, ત્યારે આ કેરીનો રસ આવે છે ક્યાંથી તે મોટો સવાલ છે. તો બીજી તરફ, આ રસ સડેલી કેરીઓમાંથી તો બનાવવામાં આવતો નથી ને, તે વિશે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. માર્કેટમાં જ્યારે 60 રૂપિયાથી ઓછા ભાવમાં કેરીઓ મળી જ નથી રહી, તો કેરીનો રસ 100 રૂપિયે કિલો કેવી રીતે વેચાઈ રહ્યો છે. જેવા અનેક પ્રશ્નો સાથે નાગરિકોના સ્વાસ્થય સાથે ચેડા થઈ રહ્યાં છે.
સુરતમાં દરોડા
ગઈકાલે સુરત મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા અડાજણ, કતારગામ અને વેડરોડ વિસ્તારમાં કેરીનો તૈયાર રસ વેચનારાઓને ત્યાં દરોડા પાડી અને રસના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો આરોગ્ય વિભાગ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવશે. જો તેમાં ભેળસેળ કે કેમિકલની હાજરી જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલરની અસર જોવા મળી હતી. જેને કારણે સમગ્ર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણના પલટાની સીધી અસર કેરી, તલ, મગ જેવા પાક પર થઈ હતી. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડુતોનો ઉનાળાનો પાક મુખ્યત્વે કેરી, તલ અને મગ છે. ત્યારે હવામાનને કારણે કેરીના પાકોનું ઉત્સપાદન કરનાર ખેડુતોને રુ 50 કરોડનં નુકશાન સહન કરવું પડ્યું હતું. ખરાબ હવામાનને કારણે અનેક વાડીઓમાં કેરીના પાકમાં જીવાત લાગી જતા કેરીઓ કહોવાઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે