માલ્યાના ખુલાસા પર રાહુલ ગાંધીનું નિવેદન- તપાસ કરાવે PM, રાજીનામું આપે અરૂણ જેટલી

વિજય માલ્યાએ વેસ્ટમિંસ્ટરની કોર્ટમાં કહ્યું કે, ભારત છોડતા પહેલા તેમણે નાણાપ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત કરી અને બેન્કો માટે દેવાના સેટલમેન્ટની વાત કરી હતી. 

 માલ્યાના ખુલાસા પર રાહુલ ગાંધીનું નિવેદન- તપાસ કરાવે PM, રાજીનામું આપે અરૂણ જેટલી

નવી દિલ્હીઃ દેશ છોડતા પહેલા નાણાપ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાતના વિજય માલ્યાના નિવેદન પર રાજનીતિ ગરમાઇ ગઈ છે. માલ્યાના આ દાવાને લઈને કોંગ્રેસે બુધવારે સરકાર પર હુમલો કર્યો અને કહ્યું કે, આ મામલાની તપાસ થવી જોઈએ. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માલ્યાના નિવેદન બાદ નાણાપ્રધાન અરૂણ જેટલીના રાજીનામાંની માગં કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, માલ્યા તરફથી લગાવેલા આરોપો ખૂબ ગંભીર છે અને પીએમે તાત્કાલિક આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. રાહુલે કહ્યું કે, તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અરૂણ જેટલીએ નાણાપ્રધાનના પદ્દેથી રાજીનામું આપી દેવું જોઈએ. 

આ પહેલા પાર્ટીના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, માલ્યા વિશે બધી જાણ હોવા છતા તેને દેશની બહાર કેમ જવા દીધો? કોંગ્રેસ પ્રવક્તા સિંઘવીએ કહ્યું, કોંગ્રેસ વારં-વાર કહેવી આવી છે કે માલ્યા, નીરવ મોદી અને અન્ય લોકોને ઇરાદાપૂર્વક બહાર જવા દેવામાં આવ્યા છે. માલ્યાએ જે કહ્યું તેના પર નાણાપ્રધાન તરપથી સ્પષ્ટ અને વિસ્તૃત જવાબ આપવો જોઈએ. 

— Rahul Gandhi (@RahulGandhi) September 12, 2018

સિંઘવીએ કહ્યું કે, માલ્યાએ બે વસ્તુ કીધી છે, પ્રથમ કે તેણે નાણાપ્રધાન સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી અને બીજી તે કે આ મામલાને ઉકેલવાની રજૂઆત કરી હતી. 

કોંગ્રેસે કહ્યું કે, આ મામલામાં સંપૂર્ણ ખુલાસો થવો જોઈએ. વ્યાપક સ્પષ્ટીકરણ આવવું જોઈએ અને વ્યાપક તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે તે સ્પષ્ટ થવું જોઈએ કે આ મુલાકાત હાલતા-ચાલતા થઈ હતી કે વ્યક્તિગત રીતે થઈ હતી. માલ્યાની વાત પરથી લાગે છે કે વ્યક્તિગત રીતે મુલાકાત થઈ હતી. 

मोदी जी,

छोटा मोदी #1,छोटा मोदी #2,‘हमारे मेहुल भाई’,अमित भटनागर जैसों को देश के करोड़ो लुटवा,विदेश भगा दिया।

विजय माल्या, तो श्री अरुण जेटली से मिल,विदाई लेकर,देश का पैसा लेकर भाग गया है?

चौकीदार नहीं,भागीदार है! pic.twitter.com/2fA83FhvQc

— Randeep Singh Surjewala (@rssurjewala) September 12, 2018

કોંગ્રેસના નેતાએ સવાલ કર્યો કે, જ્યારે બેન્કોને ખ્યાલ હતો, નાણામંત્રાલયનો ખ્યાલ હતો, સરકારને ખ્યાલ હતો અને માનનીય વડાપ્રધાનને ખ્યાલ હતો કે માલ્યા પર આટલું મોટું દેવું બાકી છે. તેવામાં તેને દેશની બહાર કેમ જવા દીધો. આ પાયાનો સવાલ છે જેનો જવાબ દેશભરના લોકો ઈચ્છી રહ્યાં છે. 

શું કહ્યું માલ્યાએ
શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યર્પણના મામલામાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન માલ્યાએ એક નિવેદન આપીને ધમાકો કરી દીધો છે. માલ્યાએ કહ્યું કે, તે ભારત છોડ્યા પહેલા નાણાપ્રધાનને મળીને આવ્યા હતા. માલ્યાએ કહ્યું, તે સેટલમેન્ટને લઈને નાણાપ્રધાનને મળ્યા હતા, બેન્કોએ મારા સેટલમેન્ટને લઈને સવાલ ઉભા કર્યા છે. મહત્વનું છે કે લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઈની આર્થર રોડ જેલમાં માલ્યાને રાખવાનો વીડિયો રજૂ કર્યો હતો. 

અરૂણ જેટલીએ આપ્યો જવાબ
તો વિજય માલ્યાની ખુલાસા પર નાણા પ્રધાન અરૂણ જેટલીએ સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા આપી છે..અરૂણ જેટલીએ કહ્યું કે મેં ક્યારેય માલ્યાને મળવાનો સમય નહોતો આપ્યો અને માલ્યાને હું મળ્યો પણ નથી. ગૃહની કાર્યવાહી પૂર્ણ થતાં હું મારા કાર્યાલયમાં જઈ રહ્યો હતો, તે દરમિયાન રસ્તો રોકતા તેમણે કહ્યું કે હું સેટલમેન્ટ માટે તૈયાર છું. ત્યારે મેં તેમને સલાહ આપી કે તમારે આ વાત તમારા બેંકરને જઈને કહેવી જોઈએ. તે દરમિયાન માલ્યાના હાથમાં રહેલા કાગળનો પણ મેં સ્વીકાર નહોતો કર્યો..આ જ વાતનો માલ્યાએ ઉલ્લેખ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. માલ્યાએ રાજ્યસભાના સાંસદ હોવાનો પણ મલાજો નહોતો જાળવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news