મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : CM શિવરાજસિંહનો કોંગ્રેસ, ઇન્દિરા ગાંધી પર પ્રહાર

કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાને લઇને ચર્ચામાં છે તો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના ઢંઢેરા અને કોંગ્રેસ પર પ્રહાર કરતી ટિપ્પણી કરી છે. 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : CM શિવરાજસિંહનો કોંગ્રેસ, ઇન્દિરા  ગાંધી પર પ્રહાર

નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ જ્યાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરાયેલા વચનોને લઇને ચર્ચામાં છે તો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના વચનોને લઇને ગંભીર ટિપ્પણી કરી છે. ચૂંટણી સભામાં શિવરાજ સિંહે કહ્યું કે, કોંગ્રેસ વચનો લઇને આવી છે પરંતુ અત્યાર સુધી કોઇ વચન પુરૂ કર્યું નથી. કોંગ્રેસ પર પ્રહાર કરતાં શિવરાજે કહ્યું કે, ઇન્દિરા ગાંધી કહેતા હતા કે, ગરીબી હટાવો, રાજીવ ગાંધી કહેતા હતા કે ગરીબી હટાવો. કોંગ્રેસ કહેતી હતી કે, ગરીબી હટાવો. પરંતુ ગરીબ જ હટાવી દીધા એમણે. 

— ANI (@ANI) November 14, 2018

અહીં નોંધનિય છે કે, શનિવારે કોંગ્રેસના મોટા નેતાઓએ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઢંઢેરો જાહેર કર્યો હતો. અહીં નોંધનિય છે કે, કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં યુવાઓને બેરોજગારી ભથ્થું, ખેડૂતોને પેન્શન, ટોપર્સને લેપટોપ, ગૌશાળા, દેવામાફી અને સ્માર્ટફોન વિતરણ જેવા વચનો આપ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news