દેશમાં ઓવૈસી જેવા લોકો નફરત ફેલાવાના પ્રયાસો કરી રહ્યા છેઃ ભાજપ
સંબિત પાત્રાએ(Sambit Patra) જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ખભા પર બંદૂક મુકીને તેમને મોહરા બનાવાઈ રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીઓ(Political Parties) પોતાની રાજકીય ઈચ્છાઓને પુરી કરવાનો પ્રયાસ કરી રહી છે, જે ગઈકાલથી દિલ્હીમાં(Delhi) અને આજે લખનઉમાં(Lukhnow) પણ જોવા મળ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિક્તા સંશોધન કાયદા(Citizenship Amendment Act) અંગે દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં (Jamia Milia Islamia University) થયેલા હિંસક પ્રદર્શન(Violent Protest) અંગે ભાજપે(BJP) વિરોધ પક્ષના નેતાઓને નિશાન પર લીધા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ(Sambit Patra) જણાવ્યું કે, વિરોધ પક્ષ(Opposition Parties) દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશની સંસદમાં(Parliament) પસાર થયેલા કાયદાને ગેરકાયદે જણાવી શકાય નહીં. તેમણે આરોપ લગાવ્યો કે, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી(Asaduddin Owaisi) દેશમાં નફરત ફેલાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સંબિત પાત્રાએ(Sambit Patra) જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ખભા પર બંદૂક મુકીને તેમને મોહરા બનાવાઈ રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીઓ(Political Parties) પોતાની રાજકીય ઈચ્છાઓને પુરી કરવાનો પ્રયાસ કરી રહી છે, જે ગઈકાલથી દિલ્હીમાં(Delhi) અને આજે લખનઉમાં(Lukhnow) પણ જોવા મળ્યું છે.
સંબિત પાત્રાએ કહ્યું કે, નાગરિક્તા સુધારા કાયદામાં કોઈ પણ ભારતીય નાગરિક હોય પછી ભલે તે હિન્દુ હોય, મુસલમાન હોય કે કોઈ પણ જાતિ કે ધર્મનો હોય, તેના એક પણ અધિકારનું હનન નહીં થાય. આ વિદ્યાર્થીઓ ભણેલા-ગણેલા છે, પરંતુ કેટલાક સ્વાર્થી લોકો પોતાના રાજકીય હિત સાધવા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઓવૈસી જે આજકાલ દરેક વિષ પર હિન્દુ-મુસલમાન કરીને દેશના ભાગલા પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. એ જ રીતે આમ આદમીના અમાનતુલ્લા કામ કરી રહ્યા છે. મમતા દીદીએ કહ્યું કે, મારે કોઈને રાખવાની જરૂર નથી. હું જાતે જ તમામ જાતિ-ધર્મના નામે બંગાળના ભાગલા પાડી દઈશ.
સંબિત પાત્રાએ અંતમાં આરોપ લગાવતા કહ્યું કે, નાગરિક્તા સુધારા કાયદો અધિકાર છીનવી લેવા માટે નહીં પરંતુ અધિકાર આપવા માટેનો કાયદો છે. તેમાંજે રીતે શાંતિ અને સોહાર્દ દૂર કરવાનો પ્રયાસ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ટીએમસી કરી રહ્યા છે તે નિંદનીય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે