સુરતના CNG પંપ પર સ્કુલવાનમાં આગ: ડ્રાઇવર ભાગી ગયો, પંપના કર્મચારીએ બુઝાવી આગ
Trending Photos
સુરત : જહાગીરાબાદ દાંડી રોડ પર આવેલા સીએનજીના પંપમાં એક મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઇ હતી. સ્કુલ વાનમાં સવારે સાડા 6 વાગ્યે અચાનક આગ લાગવાને કારણે દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાની સાથે જ અચાનક કારચાલક પોતાની ગાડી છોડીને પંપની બહાર ભાગી ગયો હતો. જો કે પંપના કર્મચારીએ પંપ છોડીને ભાગી જવાને બદલે તેણે બહાદુરીથી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર સેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ ઉદેપુર હાઇવે જામ: શામળાજી નજીક ગામલોકોનાં ચક્કાજામથી 8 કિલોમીટર લાંબો જામ
રાહદારીઓ પણ પંપ પર દોડી આવ્યા
પંપના સુપરવાઇજરે જણાવ્યું કે, ઘટના અંગે ફાયર વિભાગને તત્કાલ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉપરાંત સ્કુલ વાનમાં આગ લાગવાને કારણે રાહદારીઓ પણ પંપ પર દોડી આવ્યા હતા. જો કે વાનમાં બાળકો નહી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. તો બીજી તરફ વાનચાલક સામે પણ સવાલ ઉભો થાય છે. તે આગ લાગતાની સાથે તુરંત જ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જ્યારે પ્રાથમિક દ્રષ્ટીએ તેની ફરજ આગ બુજાવવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે