નિર્મલાએ સૂટકેસને આપી વિદાય, ચિદમ્બરમ બોલ્યા, કોંગ્રેસના નાણામંત્રી iPadમાં લાવશે બજેટ ડોક્યુમેન્ટ

નાણામંત્રી નિર્મલા સીતારામણે શુક્રવારે બજેટ રજૂ કરતા પહેલા પારંપરિક લાલ રંગની બ્રીફકેસના બદલે લાલ રંગના કપડામાં લપેટેલા બજેટ દસ્તાવેજ સાથે ફોટો પડાવ્યો હતો 
 

નિર્મલાએ સૂટકેસને આપી વિદાય, ચિદમ્બરમ બોલ્યા, કોંગ્રેસના નાણામંત્રી iPadમાં લાવશે બજેટ ડોક્યુમેન્ટ

નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચદમ્બરમે બજેટ દસ્તાવેજને બ્રીફકેસના બદલે લાલ કપડામાં લપેટીને લાવવા અંગે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં જ્યારે કોંગ્રેસનો નાણામંત્રી બજેટ રજૂ કરશે તો તે બજેટના દસ્તાવેજને આઈપેડમાં લઈને આવશે. 

ઉલ્લેખનીય છે કે, નિર્મલા સીતારમણે શુક્રવારે બજેટ રજૂ કરતા પહેલા પારંપરિક લાલ રંગની બ્રીકેસના બદલે લાલ રંગના કાપડમાં બજેટના દસ્તાવેજ લપેટીને આવ્યા હતા. આ કપડા પર અશોક સ્તંભનું ચિન્હ પણ લગાવેલું હતું. 

— ANI (@ANI) July 5, 2019

પશ્ચિમી પ્રથાની ગુલમીમાંથી મુક્તિ
મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે જણાવ્યું કે, આ પશ્ચિમી પ્રથાની ગુલામીમાંથી પ્રસ્થાન છે. દરેક ભારતીય વેપારી પોતાના વેપારનો હિસાબ રાખવા માટે પારંપરિક રીતે ખાતાવાહી રાખે છે, આ લાલ કપડું તેનું પ્રતીક છે. 

બજેટ 2019: ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પણ અમીરોએ હવે ભરવો પડશે વધુ ટેક્સ, જાણો અન્ય જાહેરાતો  

દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરવા જ્યારે સંસદ ભવન પહોંચ્યા ત્યારે તેમના હાથમાં રહેલા બજેટ દસ્તાવેજ લાલ રંગના કાપડમાં લપેટેલા હતા, જેને પીળા અને લાલ રંગની દોરીથી બાંધવામાં આવેલું હતું. આ અગાઉ તમામ નાણામંત્રીઓએ લાલ રંગની સૂટકેસમાં બજેટ દસ્તાવેજ લઈને આવ્યા છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news