ધોતી-કુર્તો પહેરાવાનાં કારણે વૃદ્ધને ટ્રેનમાંથી ઉતારી દેવાયા, હોબાળો

વર્ષ 1893 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રીકામાં માત્ર એટલા માટે ટ્રેનથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે તેઓ અશ્વેત હતા. આઝાદીનાં 70 વર્ષ પછી પણ એવું જ કંઇક ઉત્તરપ્રદેશમાં થયું હતું. જ્યાં પગમાં હવાઇ ચપ્પલ અને શરીર પર ધોતી-કુર્તો પહેરેલો હોવાનાં કારણે એક વૃદ્ધ વ્યક્તીને ટીટીઇએ ટ્રેનમાં યાત્રા નહોતી કરવા દીધી.  આઝાદીનાં આટલા વર્ષો પછી પણ શું કોઇને પોતાનાં પહેરવેશનાં કારણે ટ્રેનમાં યાત્રા કરવામાં આવતા અટકાવી શકાય છે?
ધોતી-કુર્તો પહેરાવાનાં કારણે વૃદ્ધને ટ્રેનમાંથી ઉતારી દેવાયા, હોબાળો

લખનઉ : વર્ષ 1893 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રીકામાં માત્ર એટલા માટે ટ્રેનથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે તેઓ અશ્વેત હતા. આઝાદીનાં 70 વર્ષ પછી પણ એવું જ કંઇક ઉત્તરપ્રદેશમાં થયું હતું. જ્યાં પગમાં હવાઇ ચપ્પલ અને શરીર પર ધોતી-કુર્તો પહેરેલો હોવાનાં કારણે એક વૃદ્ધ વ્યક્તીને ટીટીઇએ ટ્રેનમાં યાત્રા નહોતી કરવા દીધી.  આઝાદીનાં આટલા વર્ષો પછી પણ શું કોઇને પોતાનાં પહેરવેશનાં કારણે ટ્રેનમાં યાત્રા કરવામાં આવતા અટકાવી શકાય છે?

ડેમ તુટવા મુદ્દે NCPની માંગ: કરચલાઓ પર દાખલ કરવામાં આવે હત્યાનો કેસ
એવું થયું યુપીનાં ઇટાવામાં જ્યાં એક વ્યક્તિને શતાબ્દી એક્સપ્રેસમાં યાત્રા કરવાથી માત્ર એટલા માટે અટકાવવામાં આવ્યા કારણ કે તેણે ધોતી-કુર્તો પહેરેલો હતો અને જોવાથી ગરીબ લાગી રહ્યા હતા. ઇટાવામાં શતાબ્દી એક્સપ્રેસનાં ટીટીઇ પર વૃદ્ધને ટ્રેનથી ઉતારવાનો આરોપ છે. ટ્રેન છુટ્યા બાદ પીડિત યાત્રીએ રેલ પોલીસ સ્ટેશન તેની ફરિયાદ નોંધાવી હતી. 

નિર્મલાએ સૂટકેસને કહ્યું અલવિદા, ચિદમ્બરમે કહ્યું અમારા નાણામંત્રી iPadમાં લાવશે ડોક્યુમેન્ટ
આ ઘટના ગુરૂવાર સવારની છે જ્યારે ઇટાવા સ્ટેશ પર શતાબ્દી એક્સપ્રેસ આવીને ઉભી રહી તો રામઅવધ દાસ તેમાં ગાઝીયાબાદ જવા માટે બેસી ગયા હતા. જો કે કથિત રીતે તેને પહેરવેશને જોઇ ટીટીઇએ તેમને ટ્રેનથી નીચે ઉતારી દીધા. શતાબ્દી એક્સપ્રેસનાં સી-2 કોચમાં કન્ફર્મ ટિકિટ હોવા છતા પણ ટ્રેનમાંથી ઉતારવામાં આવ્યા બાદ રામ અવધ દાસે રેલવે સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી. 

અમારા બંન્ને ભાઇઓ વિરુદ્ધ કોઇ બોલશે તો ચીરી નાખીશું: તેજપ્રતાપનું વિવાદિત નિવેદન
આ ઘટના મુદ્દે ઇટાવાએ રેલવે સ્ટેશન માસ્ટરે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો. ટીટીઇએ આ પ્રકારનાં ખરાબ વ્યવહારના કારણે રામ અવધ દાસને બીજી ટ્રેનનાં જનરલ કોચમાં યાત્રા કરવી પડી અને તેઓ ખુબ જ તકલીફ બાદ ગાઝીયાબાદ પહોંચ્યા હતા. ટીટીઇ પર આોપ છેકે તેમણે 72 વર્ષનાં વૃદ્ધ રામ અવધ દાસને ન માત્ર એટલા માટે ટ્રેનથી ઉતારી દેવામાં આવે કારણ કે તેઓ સાધારણ કદ-કાઠીનાં હતા અને જોવાથી ગરીબ લાગી રહ્યા હતા. તેઓ ધોતી-કુર્તા પહેરતા હતા અને તેના પગમાં સ્લીપર પહેરાલા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news