વિશ્વ કપ 2019: અંતિમ મેચમાં શ્રીલંકાને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા ઉતરશે ભારત

ભારત અને શ્રીલંકા વિશ્વકપ-2019મા પોતાની છેલ્લી લીગ મેચમાં હેડિંગ્લે મેદાન પર ઉતરશે.ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યારે શ્રીલંકન ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ  ગઈ છે. 

વિશ્વ કપ 2019: અંતિમ મેચમાં શ્રીલંકાને પરાજય આપીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન   હાસિલ કરવા ઉતરશે ભારત

લીડ્સઃ ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે અહીં હેડિંગ્લે મેદાનમાં મેચ રમાવાની છે. ભારત  પહેલા જ આઈસીસી વિશ્વ કપ-2019ના સેમિફાઇનલમાં પહોંચી ચુક્યું છે જ્યારે શ્રીલંકાની ટીમ  ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ ચે. તેવામાં આ મેચના પરિણામથી અંતિમ-4 પર કોઈ પ્રભાવ  પડશે નહીં પરંતુ આત્મવિશ્વાસના હિસાબથી ભારત માટે આ મુકાબલો મહત્વનો છે. તો શ્રીલંકા  જીત સાથે વિશ્વ કપમાંથી વિદાય લેવાના મૂડમાં છે. 

ભારતની નજર આ મેચમાં જીત હાસિલ કરી લીગ રાઉન્ડના અંતમાં ટોપ પર ફિનિશ કરવા  પર હશે. તો આ માટે તેણે શનિવારે જ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં કાંગારૂ  ટીમની હારની દુઆ કરવી પડશે. ઓસ્ટ્રેલિયા અત્યારે 14 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે તો  ભારત 13 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. 

ભારત જો શ્રીલંકા પર જીત હાસિલ કરે તો તેના 15 પોઈન્ટ થશે પરંતુ જો ઓસ્ટ્રેલિયા પણ  પોતાની મેચ જીતે છે તો તેના 16 પોઈન્ટ થશે અને તે લીગ રાઉન્ડનો અંત પ્રથમ સ્થાન સાથે  કરશે. 

શ્રીલંકાથી ભારતે ચોંકીને રહેવું પડશે કારણ કે આ ટીમ ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો. આ  મેચમાં તેની પાસે ગુમાવવા માટે કંઈ નથી તેથી સાખ બચાવવા માટે તે દમખમ લગાવી  દેશે. 

શ્રીલંકાની ટીમ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી નથી. કેટલાક ખેલાડીઓએ જરૂર સારૂ કર્યું છે પરંતુ  એક ટીમના રૂપમાં તે સારૂ કરી શકી નથી. 

કુશલ પરેરા, કેપ્ટન દિમુથ કરૂણારત્નેએ કેટલિક સારી ઈનિંગ રમી તો બોલિંગમાં લસિથ  મલિંગાએ ટીમ માટે સારૂ કર્યું, પરંતુ આ ત્રણ સિવાય અન્ય કોઈ ખેલાડી વિશ્વકપમાં પોતાની  છાપ છોડી શક્યો નથી. ભારત જેવી મજબૂત ટીમ વિરુદ્ધ તેણે માત્ર ત્રણ ખેલાડીઓ પર રહેવુ  ભારે પડી શકે છે. 

ભારત માટે આ મેચ પોતાની ભૂલ સુધારવાની તક છે જે છેલ્લી બે-ત્રણ મેચમાં જોવા મળી છે.  નંબર-4ની સમસ્યા હજુ પણ યથાવત છે. યુવા રિષભ પંત વધુ પ્રભાવિત કરી શક્યો નથી.  પરંતુ પંતને હજુ સુધી માત્ર 2 મેચ રમવા મળી છે. 

મધ્યમક્રમની ચિંતા પણ ભારત માટે મોટી છે. રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી જો  નિષ્ફળ રહે તો ટીમને સંભાળવી મુશ્કેલ થઈ જાય છે. 

બોલિંગમાં એક ફેરફાર થઈ શકે છે. છેલ્લી મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવેલ કાર્તિકના  સ્થાન પર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ટીમમાં તક આપી શકાય છે. 

વિજય શંકરના સ્થાન પર ટીમે મયંક અગ્રવાલને સામેલ કર્યો છે. શ્રીલંકા વિરુદ્ધ મયંક પર્દાપણ  કરી શકે છે કે નહીં તે જોવાનું રહેશે. 

બોલિંગમાં જોવામાં આવે તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સારૂ કરી રહ્યાં છે. યુજવેન્દ્ર  ચહલે પણ પ્રભાવિત કર્યાં છે. છેલ્લી મેચમાં ભારત કુલદીપને બહાર કરીને ત્રણ ફાસ્ટ બોલર  સાથે મેદાનમાં ઉતર્યું હતું. તેવામાં શ્રીલંકા સામે કુલદીપને ફરી અંતિમ ઇલેવનમાં સામેલ  કરવામાં આવશે કે નહીં. તે જોવાનું રહ્યું. 

ટીમ સંભવિતઃ
ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, એમએસ ધોની, હાર્દિક પંડ્યા,  રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ. 

શ્રીલંકાઃ દિમુથ કરૂણારત્ને, કુશલ પરેપા, અવિશ્કા ફર્નાન્ડો, લાહિરુ થિરિમાને, એન્જેલો મેથ્યૂઝ,  ધનંજય ડિ સિલ્વા, ઇસુરૂ ઉડાના, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, લસિથ મલિંગા, સુરંગા  લકમલ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news