છત્તીસગઢ કોંગ્રેસનું ટ્વીટ, 'જે મહામારીને પણ મહોત્સવ બનાવી દે... તેને નરેન્દ્ર દામોદર દાસ કહે છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તે આ રવિવારે રાત્રે 9 કલાકે ઘરની બાલકનીમાં દીવા પ્રગટાવે. તેના પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ જારી જંગમાં લોકોનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિવારે દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. આ પહેલા જનતા કર્ફ્યૂ પર પીએમ મોદીએ થાળી-તાળી વગાડવાનું કહ્યું હતું. આ વચ્ચે પીએમની જાહેરાત પર છત્તીસગઢ કોંગ્રેસે ટ્વીટ કર્યું અને કટાક્ષ કર્યો છે.
છત્તીસગઢ કોંગ્રેસે લખ્યું, 'જલી કો આગ કહતે હૈ, બુઝી કો રાખ કહતે હૈ, જો મહામારી કો ભી મહોત્સવ બના દે... ઉસે નરેન્દ્ર દામોદર દાસ કહતે હૈ.'
जली को आग कहते हैं
बुझी को राख कहते हैं
जो महामारी को भी महोत्सव बना दे
उसे नरेंद्र दामोदरदास कहते हैं
— INC Chhattisgarh (@INCChhattisgarh) April 3, 2020
મહત્વનું છે કે જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાની ફિલ્મ વિશ્વનાથનો ડાયલોગ છે, જેમાં છત્તીસગઢ કોંગ્રેસે હાલની સ્થિતિ પ્રમાણે ફેરફાર કર્યો છે. જો કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટી તરફથી સતત મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવી રહ્યાં છે અને નિશાન સાધી રહ્યાં છે.
તેજપ્રતાપનો કટાક્ષ, સુશીલ મોદીનો જવાબ
રાજદ નેતા તેજ પ્રતાપ યાદવે પણ દીવા પ્રગટાવવાના મુદ્દા પર ટ્વીટ કર્યું અને લોકોને કહ્યું કે, લાલટેન પણ પ્રગટાવી શકે છે. લાલટેન આરજેડીનું ચૂંટણી નિશાન છે. તેના પર હવે સુશીલ મોદી તરફથી જવાબ આપવામાં આવ્યો છે.
સુશીલ મોદીએ ટ્વીટર પર લખ્યું, હવે લાલટેનનો જમાનો ચાલ્યો ગયો, ગામડામાં પણ લાઇટ પહોંચી ગઈ છે. દીવા-મિણબતી હિન્દુ-ઈસાઈ પૂજા માટે ઘરમાં રાખે છે. મોબાઇલ બધા પાસે છે, તેથી પીએમે લાલટેનનો ઉપ્લેખ ન કર્યો. સમજો બબુઆ?
अब ललटेन का ज़माना चला गया ।गाँव में भी घर घर बिजली पहुँच गयी है ।दीया ,मोमबत्ती हिंदू ,ईसाई पूजा के लिए घर में रखते हैं।मोबाइल तो सबके पास है।इसलिए PM ने लालटेन का ज़िक्र नहीं किया ।समझे बबुआ ?
— Sushil Kumar Modi (@SushilModi) April 3, 2020
મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 9 કલાકે દેશના નામે વીડિયો સંદેશ જારી કર્યો, તેમાં તેમણે અપીલ કરતા કહ્યું કે, આ રવિવાર રાત્રે 9 કલાકે લોકો પોતાના ઘરોના ગેટ અને બાલકની પર આવે અને નવ મિનિટ સુધી દીવા પેટાવે, કે પછી મિણબતી-મોબાઇલની ફ્લેશ કરે. પીએમે તેને દેશને એકત્રિત કરવાનો મંત્ર ગણાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે