ગોધરામાં ફિલ્મી સ્ટાઇલમાં પરણિત મહિલાનું અપહરણ, પ્રેમ પ્રકરણ હોવાની શકયતા, જુઓ CCTV

હાલ તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

 ગોધરામાં ફિલ્મી સ્ટાઇલમાં પરણિત મહિલાનું અપહરણ, પ્રેમ પ્રકરણ હોવાની શકયતા, જુઓ CCTV

પંચમહાલઃ ગોધરામાં ભરબજારમાંથી એક મહિલાનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. ગોધરાના ભરચક એવા કલાલ દરવાજા વિસ્તારમાંથી કારમાં આવેલા શખ્સો પરણિત મહિલાનું અપહરણ કરીને ફરાર થઈ ગયા છે. મહિલાનું અપહરણ કરી અપહરણકારો પૂરપાટ ઝડપે બજારમાંથી ભાગ્યા હતા. જે રીતે અપહરણકારો કાર હંકારીને ભાગ્યા હતા તેમાં તેમણે વાહન ચાલકો સહીત રાહદારીને અડફેટે લઈને ફરાર થયા હતા. ત્યારે અપહરણની આ ઘટના બજારની દુકાનના CCTVમાં કેદ થઈ છે. બનાવ બાદ મહિલાના પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે... અપહરણકારો આણંદ તરફના હોવાના પોલીસને આશંકા છે. ત્યારે જે રીતે ભરબજારમાંથી મહિલાનું અપહરણ થયુ છે તે પરથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news