રાશિ ભવિષ્ય વર્ષ 2025: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ, વાંચો તમારૂ વાર્ષિક રાશિફળ

નવા વર્ષ 2025ની શરૂઆત થવાની છે. આ વર્ષે પણ ઘણા ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તન થવાના છે. ગ્રહો-નક્ષત્રોની સ્થિતિની અસર દરેક રાશિના જાતકો પર પડશે. ત્યારે આવો જાણીએ કઈ રાશિના જાતકો માટે નવું વર્ષ 2025 કેવું રહેશે. વાંચો ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલનું વાર્ષિક રાશિ ભવિષ્ય..
 

મેષ રાશિ

1/6
image

મેષ રાશિ :  વર્ષની શરૂઆતમાં ગુરૂ  ગોચર માં વૃષભ રાશિ માં તમારી રાશિ થી બીજા  ધન માં  ભ્રમણ કરશે   જે  વેપાર ધંધા નોકરી માં મોટા ધન લાભ અપાવશે યસ નામ અને  પ્રગતિ કરાવશે કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ રહે 

તા. ૧૪-૦૫-૨૦૨૫ થી  ગુરુ  મિથુન રાશિ માં આવતા  તમારી રાશિ થી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે. જે  ભાઈ- બહેન  સાથે  મતભેદો ઊભા કરી શકે .  નાના મોટા પ્રવાસો કે નોકરી ધંધા ઘર  સ્થળાંતર ના યોગ બને 

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોવાથી તમારા અગિયારમાં લાભસ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક  સુખમાં વધારો કરે.  વેપાર ધંધા   નોકરી માં મોટા ધન લાભ આપે સમાજમાં માન આપે   દરેક કાર્યમાં સફળતા મળે

તા. ૨૯-૦૩-૨૦૨૫ થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિ થી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાથે  માથા પરથી  પસાર થાય  જે શારીરિક  માનસિક, આર્થિક  તકલીફ ઊભી કરે  દરેક જગ્યા એ રુકાવટો લાવે 

 સ્રીઓ માટે  :  આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. વર્ષ  ની શરૂઆત માં દરેક જગ્યા એ લાભ રહે ત્યારબાદ  ૨૯ માર્ચ થી શનિ  મીન રાશિમાં આવતા દામ્પત્યજીવનમાં અણબનાવ ઊભા કરી શકે કૌટુંબિક  કે આર્થિક તકલીફો  આપે  પેટને લગતી  નાની મોટી તકલીફો  થઈ શકે 

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ  શરૂઆત માં  સારું મહેનત પ્રમાણે લાભ પણ માર્ચ ૨૦૨૫ થી મધ્યમ પસાર થાય, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્ન માં કઠિનાઈ ઓ આવે  જેથી વધુ મહેનત કરવી   

વૃષભ રાશિ

2/6
image

વૃષભ રાશિઃ   વર્ષ ની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિનો  તમારી રાશિ થી  પહેલા દેહ ભાવ માં રહેશે, જે  નોકરી ધંધા માં નાનો મોટો  આર્થિક અવરોધ કે ભય ઊભો થાય  ખર્ચ પર કાબુ રાખો નોકરી ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવા

તા. ૧૪-૦૫-૨૦૨૫થી  મિથુન નો ગુરૂ તમારી રાશિ થી  બીજા ઘનભાવે રહેશે.  જે  આર્થિક બાબતો માટે શુભ બનતો જશે  રોકાયેલા કાર્યો પૂરા થશે કુટુંબ માં વડીલ તરફથી  ધન કે  સંપત્તિ મેળવવાના બને.  આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી  થતી જશે  

વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  હોઈ તમારા દસમા કર્મ સ્થાને  રહેશે  જે   નોકરી વ્યવસાયમાં લાભ આપે  આવકની સ્થિરતા રહે મન ની શાંતિ આપે   થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ મળે   

તા. ૨૯-૦૩-૨૦૨૫થી શનિ તમારી રાશિ થી અગિયારમા લાભ ભાવે રહેશે, જેની તમારા  સુખમાં વધારો કરવો. દરેક કામમાં  વિલંબ દૂર થાય સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય 

સ્ત્રી ઓ માટે :  આ વર્ષ  શરૂઆત માં  મધ્યમ પસાર થાય. પણ  માર્ચ ૨૦૨૫ થી ખુબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે દરેક કર્યો માં લાભ આપે 

વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષ શરૂ માં કઠિન  ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે માર્ચ ૨૦૨૫ થી સમય સુધરી જશે પરિણામ સારું આવશે  ઉચ્ચ અભ્યાસના યોગ પણ સારા રહે  

મિથુન રાશિ

3/6
image

મિથુન રાશિ: વર્ષ ની શરૂઆત માં વૃષભ નો  ગુરુ તમારી રાશિ થી  બારમાં વ્યય  સ્થાને રહે છે.  વ્યાધિ અને પીડા ના યોગ કરે   જે નોકરી ધંધામાં સમસ્યા  ધન ખર્ચ ના અનેક યોગો બનાવે  વિના મતલબ ના  કાર્યો માં ખૂબ ખર્ચ થાય  

તા ૧૪-૫-૨૦૨૫ થી મિથુન નો ગુરુ પ્રથમ ભાવ માં  પસાર થશે  કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપે  શારીરિક સમસ્યા પણ આવી શકે  ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો  બની શકે 

વર્ષ ની  શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં  તમારી રાશિ થી નવમા ભાગ્યભાવે રહેશે  જે ભાગ્ય માં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે વિદેશ ને લગતા કાર્યોમાં રૂકાવટ થાય   તમારી મહેનતનું ફળ વિલંબ  બાદ મળે વડીલવર્ગને બિમારીના યોગ બને   તમારી સહન શક્તિની કસોટી થાય

 તા.૨૯-૦૩-૨૦૨૫થી શનિ  મીન રાશિનો તમારી રાશિ થી દસમા  કર્મ ભાવે આવે છે જે  રોકાયેલા કાર્યો પૂરા કરશે ધન લાભ  મળવાના યોગ શરૂ થશે જેથી મન ને  શાંતિ થશે થોડી વધુ મહેનત ના યોગ બનાવે પણ લાભ થાય 

 સ્ત્રીઓ માટે : આ વર્ષ શરૂઆત માં   મધ્યમ પસાર થાય માર્ચ ૨૦૨૫ થી રોકાયેલા કાર્યો પૂરા થાય  આર્થિક લાભ મળી શકે 

વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળે   

કર્ક રાશિ

4/6
image

કર્ક રાશિ : વર્ષની શરૂઆતમાં કર્ક નો  ગુરુ તમારી રાશિ થી અગિયાર માં લાભ ભાવ માં ભ્રમણ કરશે  જે વેપાર ધંધા નોકરી માં આર્થિક રીતે લાભદાયી નીવડે પ્રગતિ કરાવે સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય. કૌટુંબ્લિક માત મોભો વધતો જણાય 

 ૧૪-૫-૨૦૨૫ બાદ ગુરૂ  મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિ થી બારમા વ્યય ભાવે આવશે. આબારમે  ગુરુ  કષ્ટ વ્યાધિ અને પીડા આપે  શારીરિક તકલીફો વધતી જાય. ભાગ્યમાં અડચણો આવે  રુકાવટો ઉભી થાય 

વર્ષની શરૂઆતમાં કુંભનો  શનિ  તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપે. પડવા-વાગવા  ના યોગ બને આકસ્મિક  જવાબદારીઓ તમારી પરેશાની વધારે. સતત પ્રયત્નશીલ ઓવા છતાં તમે યોગ્ય ફળ ન  મળે નુકશાની વધે  દગો ફટકો થાય   યાત્રા પ્રવાસ  કષ્ટદાથી નીવડે સંયમ પૂર્વક સમય પસાર કરવો 

તા ૨૯-૩-૨૦૨૫થી શનિ  મીન નો થતાં તમારી રાશિ થી નવમા  ભાગ્યભાવે રહેશે  જે ભાગ્યવૃદ્ધિમાં   વિલંબ કરાવે નાણાંકીય   અવરોધો ઊભા થાય  નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખવી 

સ્ત્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાથી ગણાય, આંતરિક - કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે. સંતાન સાથે  મતભેદો  ઉભા થઇ શકે .

વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ થોડું કઠિન કહી શકાય  સારા પરિણામ  માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય, વિદેશ જવા માં વિલંબ થઈ શકે

સિંહ રાશિ

5/6
image

સિંહ રાશિ : વર્ષ  ની શરૂ આત  થી વૃષભ નો  ગુરૂ  તમારી રાશિ થી દસમા ભાવે રહે છે જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે મુસાફરી કે પ્રવાસ કરાવે  નોકરિયાત વર્ગને નોકરીમાં  ફેરફાર કે બદલી ના યોગ બને 

તા.૧૪-૦૫-૨૦૨૫ થી મિથુન નો  ગુરુ તમારી રાશિ થી અગિયારમા લાભભાવે આવે છે જે  વેપાર ધંધા નોકરી માં વૃદ્ધિના  યોગ બનાવે છે સમાજ માં યસ નામ પ્રતિષ્ઠા વધારે આવક ના સાધનો ઊભા થાય ધન પ્રાપ્તિના યોગ બને 

વર્ષની શરૂઆતામાં કુંભ નો શનિ તમારી રાશિ થી  સાતમા સ્થાનમાં રહે છે જે લગ્ન જીવન ભાગીદારી નોકરી  માં વાદવિવાદ થી બચવું લગ્ન માં વિલંબ ના યોગ બને.

તા.૨૯-૦૩-૨૦૨૫ થી મીન રાશિ નો શનિ તમારી રાશિ થી  આઠમા ભાવે ભ્રમણ કરતા જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાય  શારીરિક તકલીફો વધે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધે નોકરિયાત વર્ગે નોકરી માં સ્થિર રહેવું 

સ્ત્રી વર્ગ માટે:  એકંદરે આવક ની દ્રષ્ટિએ   વર્ષ  સારું   વાદવિવાદથી દૂર રહેવું વર્ષની મધ્યથી કાર્ય સફળતાના યોગ બને  રોકાયેલા પ્રશ્નો પુરા થાય

વિદ્યાર્થીઓ માટે :  આ વર્ષે શરૂઆતથી જ લાભદાયી પુરવાર થાય  અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગ બને  મહેનત થી ધાર્યું પરિણામ મળી શકે

કન્યા રાશિ

6/6
image

કન્યા રાશિ: વૃષભ  નો  ગુરુ  વર્ષની શરૂઆતમાં  તમારી રાશિ થી નવમાં ભાવે ભ્રમણ કરશે  જે નોકરી ધંધા વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે ભાગ્યોદય થઈ શકે મોટો ધનલાભ  પણ થાય વિદેશ જવાના યોગ ઊભા થાય  લગ્નના યોગ બને સંતાન પ્રાપ્તિ ના પણ યોગ બને .

 તા.૧૪-૫-૨૦ ૨૫ થી મિથુન  ગુરૂ તમારી રાશિ થી  દસમા કર્મભાવે આવશે  જે નોકરી ધંધામાં નાના-મોટા ફેરફાર અને   પ્રવાસના યોગ ઊભા કરે  આવકનું પ્રમાણ બધી શકે જમીન મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય.   વર્ષની શરૂઆતમાં કુંભ રાશિ નો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ કચેરી લડાઈ ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય મોટા આર્થિક લાભ મળે શત્રુ વિજય યોગ થાય  ધંધાકીય મુસાફરી  ના યોગ બને 

તા. ૨૯-૦૩-૨૦૨૫થી  મીન રાશિ નો શનિ તમારી રાશિ થી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે જેથી લગ્ન જીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે આરોગ્ય સાચવવું

સ્ત્રીઓ માટે :-સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી ગણાય  વર્ષ ની મધ્ય થી આરોગ્ય સુધરતું જણાય નોકરી ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થાય  

વિદ્યાર્થીઓ માટે : વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થાય. મહેનત ના પ્રમાણ માં ધાર્યું  ફળ પ્રાપ્ત થાય. વિદેશ જવાના યોગ ઊભા થઈ શકે  હરિફાઈ માં જીત ની પ્રાપ્તિ થાય