Bahraich News: બચરાઇચમાં સુહાગરાત મનાવવા રૂમમાં ગયેલા વર-કન્યા, સવારે મૃત અવસ્થામાં મળ્યા

Bahraich Bride Groom dead: ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વર-કન્યા મૃત મળ્યા. દિવસભરની તમામ વિધિ અને પરંપરા પૂરી કર્યાં બાદ બંને રૂમમાં સુવા ગયા હતા. 

Bahraich News: બચરાઇચમાં સુહાગરાત મનાવવા રૂમમાં ગયેલા વર-કન્યા, સવારે મૃત અવસ્થામાં મળ્યા

બહરાઇચઃ ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં કૈસરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેપરાહન પુરવા ગામમાં નવદંપત્તિ પોતાના રૂમમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત મળ્યા છે. પોલીસે જણાવ્યું કે પ્રતાપ (23) ની પુષ્પા (21) સાથે 30 મેએ લગ્ન થયા હતા અને તે બુધવારે પોતાના સાસરીમાં પહોંચી હતી. 

પોલીસ અનુસાર બુધવારે મોડી રાત્રે તમામ ઉત્સવ અને વિધિઓ બાદ બંને પોતાના રૂમમાં સુવા જતા રહ્યાં હતા અને ગુરૂવારે સવારે મોડે સુધી જ્યારે બંને બહાર ન આવ્યા તો વરરાજાના માતાએ દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે અંદરથી કોઈ અવાજ ન આવ્યો તો પરિવારજનોએ દરવાજો તોડ્યો તો બંને અંદર મૃત અવસ્થામાં મળ્યા હતા. 

ઈન્ચાર્જ ઈન્સપેક્ટર રાજનાથ સિંહે કહ્યું કે સંબંધીઓની સૂચના પર દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે પહેલા મોતનું કારણ જાણી શકાશે. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news