ગુજરાતના સ્કૂલના બાળકોની બસને રાજસ્થાનમાં અકસ્માત, 2નાં મોત, ડઝન બાળકો ઈજાગ્રસ્ત
Pali School Bus Accident: રાજસ્થાનના પાલી જિલ્લામાં ગુરુવારે સવારે સ્કૂલના બાળકો સાથે એક ભયાનક અકસ્માત થયો હતો. સ્કૂલ બસ રોડ પર ઉભેલી ડામર ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં, સ્કૂલ બસમાં મુસાફરી કરી રહેલા બે સ્ટાફ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
Trending Photos
Pali School Bus Accident: ગુજરાતમાંથી રાજસ્થાન પ્રવાસે ગયેલા સ્કૂલના બાળકોની બસને પાલી જિલ્લામાં એક ભયાનક અકસ્માત નડ્યો છે. પાલીમાં તેમની બસ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સ્ટાફના બે સભ્યોના મોત થયા હતા જ્યારે ઘણા બાળકો ઘાયલ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાન ગયેલા બાળકો ખેરાલુની 'શ્રી સી એન વિદ્યાલય -ચોટીયા' પ્રાથમિક શાળાના છે.
રાજસ્થાનના પાલી જિલ્લામાં ગુરુવારે સવારે સ્કૂલના બાળકો સાથે એક ભયાનક અકસ્માત થયો હતો. સ્કૂલ બસ રોડ પર ઉભેલી ડામર ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં, સ્કૂલ બસમાં મુસાફરી કરી રહેલા બે સ્ટાફ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક ડઝન બાળકો અને સ્ટાફ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્કૂલ બસમાં બાળકોએ બુમાબુમ કરી મૂકી હતી. બાળકોનો અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન સુમેરપુર પોલીસ સ્ટેશનની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સુમેરપુર, શિવગંજ અને સિરોહીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાન ગયેલા બાળકો ખેરાલુની 'શ્રી સી એન વિદ્યાલય -ચોટીયા' પ્રાથમિક શાળાના છે. પ્રવાસ ગયેલી વિસનગરની બે લકઝરી બસ પૈકી એક બસને અકસ્માત નડ્યો છે, જેમાં 2ના મોત થયાં છે, અને સ્કૂલના શિક્ષકો સહીત 21 જણા આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે.
રાજસ્થાન પ્રવાસ માટે ગુજરાતમાંથી શાળાના બાળકો આવ્યા હતા
ગુજરાતના મહેસાણાની એક શાળાનો બાળક રાજસ્થાન ફરવા માટે ગયા હતા. દરમિયાન ગુરુવારે સવારે તેમની બસ સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલડી જોડ પહોંચી હતી. આ દરમિયાન સ્કૂલ બસ પાછળથી રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા સ્ટાફના બે સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે સ્ટાફના અન્ય સભ્યો સાથે એક ડઝન બાળકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બસમાં બાળકો સહિત લગભગ 52 લોકો સવાર હતા.
અકસ્માત બાદ બાળકો ચીસો પાડવા લાગ્યા હતા
સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અચાનક થયેલા આ ભયાનક અકસ્માત બાદ બસમાં મુસાફરી કરી રહેલા બાળકોએ ચીસાચીસ કરી મૂકી હતી. આ દરમિયાન બાળકો ભયથી ડરી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસે લોકોની મદદથી સ્કૂલ બસમાં મુસાફરી કરી રહેલા બાળકો અને શિક્ષકોને બહાર કાઢ્યા હતા. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના બાદ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત બસ અને ટ્રકને રોડની બાજુએ ખસેડી હાઈવે પર વાહનવ્યવહાર ચાલુ કરાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે