700થી વધુ વર્ષોથી ચાલતી પાવનકારી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ; શ્રદ્ધાળુઓ ઉમટ્યા, જાણો શું છે ઇતિહાસ?

અંદાજિત 700થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી. જેને આઠ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા જીવંત કરવામાં આવી છે. 

700થી વધુ વર્ષોથી ચાલતી પાવનકારી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ; શ્રદ્ધાળુઓ ઉમટ્યા, જાણો શું છે ઇતિહાસ?

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ થયો છે. આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જય ઘોષ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણેખૂણેથી માઇભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા છે.

પરિક્રમા હિન્દૂ સંસ્કૃતિ ખુબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે.અંદાજિત 700થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી. જેને આઠ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા જીવંત કરવામાં આવી છે. 

આજરોજ પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી પગપાળા પરિક્રમાના આઠમા ચરણનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ,જેનું સમાપન યાત્રા પથમાં આવતા સ્થાનોના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે થાય છે.ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે.આજથી પ્રારંભ થયેલી પાવાગઢની 44 કિમિની પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા.

પંચમહાલ જિલ્લાના સંતો મહંતો તેમજ હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહીત સ્થાનિક અગ્રણીઓ તેમજ પાવાગઢ પરિક્રમા સમિતિના સભ્યો તેમજ સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યાત્રિકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. પાવાગઢ ખાતે પરિક્રમાયાત્રામાં ભાગ લેવા પહોંચેલા પરિક્રમાવાસીઓમાં આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમને લઈને પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો, યાત્રિકોને માતાજીનાં જયઘોષની સાથે સાથે જયશ્રીરામ નો જયઘોષ કરતા સંપૂર્ણ પરિક્રમાપથ શ્રીરામમય બન્યો હતો. 

યાત્રાનો શું છે ઇતિહાસ ?
ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે, પાવાગઢના રાજવીઓ પણ આ પવિત્ર પરિક્રમામાં જોડાતા હતા અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. 44 કિમિની પગપાળા યાત્રામાં પંચમહાલ જિલ્લાના સંતો અને સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ યાત્રિકો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news