પૈસા થઈ જશે ડબલ! 15 જાન્યુઆરીએ ઓપન થશે આ આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 33 રૂપિયા
Upcoming IPO: જો તમે કોઈ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. આગામી સપ્તાહે વધુ એક આઈપીઓ ઓપન થઈ શકે છે.
Trending Photos
Maxposure IPO: જો તમે શેર બજારમાં આઈપીઓ દ્વારા રોકાણ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ મેક્સપોઝરનો આઈપીઓ છે. કંપનીનો આઈપીઓ રોકાણ માટે 15 જાન્યુઆરી, સોમવારે ઓપન થશે. ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં 17 જાન્યુઆરી સુધી દાવ લગાવી શકે છે. તેની ઈશ્યૂ પ્રાઇઝ 31-33 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીની ઈશ્યૂ સાઇઝ 20.26 કરોડની છે. કંપનીના સેર એનએસઈ પર લિસ્ટ થશે.
જાણો વિગત
આ આઈપીઓની લોટ સાઇઝ 4000 ઈક્વિટી શેરની છે. રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે ઓછામાં ઓછા 1.32 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનીય છે કે સંસ્થાગત ઈન્વેસ્ટરો- ઈન્ડિયા અહેડ વેન્ચર ફંડ, વોલફોર્ટ ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ અને ફિનાવેન્યૂ કેપિટલ ટ્રસ્ટ-ફિનાવેલ્યૂ ગ્રોથ ફંડે આઈપીઓ પહેલા કંપનીમાં ભાગીદારી હાસિલ કરી ચે. જીવાઈઆર કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ મેક્સપોઝર આઈપીઓના બુક-રનિંગ લીડ મેનેજર છે, બિગશેર સર્વિસ પ્રાઇવેટ લિમિટે ઈશ્યૂનો રજીસ્ટ્રાર છે.
શું ચાલી રહ્યો છે જીએમપી?
પ્રાપ્ત વિગત અનુસાર મેક્સપોઝર આઈપીઓ ગ્રે માર્કેટમાં 34-36 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે કંપનીના શેર 69 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. પ્રથમ દિવસે ઈન્વેસ્ટરોને 109 ટકા જેટલો પ્રોફિટ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ હંમેશા સટીક હોતું નથી.
આ છે જરૂરી તારીખ
આ આઈપીઓ 15 જાન્યુઆરીએ ઓપન થશે અને 17 જાન્યુઆરી 2024ના બંધ થશે. શેરનું એલોટમેન્ટ 18 જાન્યુઆરીએ થશે અને રિફંડની શરૂઆત 19 જાન્યુઆરીએ થશે. મેક્સપોઝર લિમિટેડ 22 જાન્યુઆરીએ એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
કંપની વિશે
વર્ષ 2006માં શરૂ થયેલી કંપની કન્ટેન્ટ, એડવર્ટાઇઝિંગ અને ટેક્નો સેક્ટરમાં સક્રિય છે. કંપનીની સર્વિસ ઈન્ડિગો, એર ઈન્ડિયા, ગલ્ફ એર, મધ્ય પ્રદેશ પર્યટન બોર્ડ, વિદેશ મંત્રાલય, ઓબેરોય હોટલ્સ એન્ડ રિસોર્ટ્સ, તાજ ગ્રુપ ઓપ હોટલ્સને પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. આ ફર્મ એરલાઇન કંપનીઓ દ્વારા યાત્રીકોને ફ્લાઇટમાં એન્ટરટેનમેન્ટ સર્વિસ પર કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે