BJP Star Campaigners: ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, પીએમ મોદી સહિત 40 નેતાઓના નામ

HP Elections: હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યની 68 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાવાની છે. 

BJP Star Campaigners: ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, પીએમ મોદી સહિત 40 નેતાઓના નામ

નવી દિલ્હીઃ BJP Star Campaigners List: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે (21 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Himachal Pradesh Assembly Elections) માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અમિત શાહ સહિત 40 લોકોના નામ સામેલ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઇરાની પણ હિમાચલ ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરશે. 

પીએમ મોદીનું નામ લિસ્ટમાં સૌથી ઉપર
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા સીટો પર ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં છે. ભાજપે શુક્રવારે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રથમ નામ પીએમ નરેન્દ્ર મોદીનું છે. આ લિસ્ટમાં જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ છે. 

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા, અનુરાગ ઠાકુર, વીકે સિંહ, હરદીપ પુરી, ભાજપ સંગઠનના મહામંત્રી બીએલ સંતોષ સિવાય મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ અને શાંતા કુમારનું નામ પણ સામેલ છે. ભાજપે આ લિસ્ટમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ સામેલ કર્યાં છે. તેમાં યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામેલ છે. 

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે ટક્કર
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. હિમાચલની 68 સીટો પર 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે હિમાચલમાં સીધો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે. ભાજપ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે તો કોંગ્રેસ સત્તામાં વાપસી કરવા જોર લગાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news