ભાજપમાં ટિકિટને લઈને ખેંચતાણ શરૂ! પાટણની ચાર વિધાનસભા સીટ પર ગરમાયું રાજકારણ

પાટણ વિધાનસભાની ત્રણ બેઠકો રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉગ્ર બની છે, ત્યારે આજે પાટણ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજના અગેવાનોની એક બેઠક મળી હતી.

ભાજપમાં ટિકિટને લઈને ખેંચતાણ શરૂ! પાટણની ચાર વિધાનસભા સીટ પર ગરમાયું રાજકારણ

પાટણ: વિધાનસભાની ચૂંટણી પહેલા પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પરનું રાજકારણ સ્થાનિક ઉમેદવારને લઇ ગરમાયું છે. રાધનપુર, સિદ્ધપુર, ચાણસ્મા વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવાર મુકવા ભાજપ, કોગ્રેસના સ્થાનિક આગેવાનો પક્ષ સામે જ હુંકાર કર્યો છે અને બેઠકોનો દોર ધમધમતો બન્યો છે.

પાટણ વિધાનસભાની ત્રણ બેઠકો રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉગ્ર બની છે, ત્યારે આજે પાટણ વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારની માંગ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજના અગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ભાજપના તમામ અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

જો ઠાકોર સમાજના વ્યક્તિને ટિકિટ આપશે તો તેને જીતાડવા માટે તનતોડ મહેનત કરવા એક સુર ઉઠવા પામ્યો છે. કોઈ અન્ય સમાજનો વ્યક્તિ આવશે તો ગત ટર્મમાં જે હારનો સામનો પક્ષે કર્યો હતો અને જે વિકાસ રૂધાયો હતો તે સ્થિતિ થઇ શકે છે તો આ હારનો સામનો ન કરવો પડે અને પાટણ વિધાનસભા સીટ પર ભાજપનો ઉમેદવાર જીત હશાલ કરે તે માટે ક્ષત્રિય ઠાકોર સમાજને ટિકિટ આપવા ઉગ્ર માંગ થવા પામી છે.

આ પણ જુઓ વીડિયો:-

આ સીટ પર છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી રહી છે. તેમાં પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે આગામી ચૂંટણીમાં પાટણ સીટ પર કઈ જ્ઞાતિના ઉમેદવાર મુકવામાં આવે છે તે જોવાનું રહ્યું તો 2017ની ચૂંટણીમાં પાટણ વિધાનસભા સીટ પર કોગ્રેસનો વિજય થવા પામ્યો હતો. ત્યારે આગામી 2022ની ચૂંટણીમાં ભાજપ પાટણ સીટ આંચકી ભગવો લહેરવી શકે છે કે કોગ્રેસ તેનો પંજો જાળવી રાખે છે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news