PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર, ઈન્ડિયન મુજાહિદ્દીન, ઈસ્ટ ઈન્ડિયા અને PFI સાથે કરી સરખામણી

Parliament Monsoon Session 2023: મોનસુન સત્રમાં મણિપુર પર ચાલી રહેલા સંગ્રામ વચ્ચે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠક થઈ. આ બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું.

PM મોદીનો INDIA ગઠબંધન પર પ્રહાર, ઈન્ડિયન મુજાહિદ્દીન, ઈસ્ટ ઈન્ડિયા અને PFI સાથે કરી સરખામણી

મોનસુન સત્રમાં મણિપુર પર ચાલી રહેલા સંગ્રામ વચ્ચે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠક થઈ. આ બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે ઈન્ડિયા નામ લગાડવાથી કશું થઈ જતું નથી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ ઈન્ડિયા લગાવ્યું હતું અને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઈન્ડિયા છે. 

પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ વિખરાયેલો છે અને હતાશ છે. વિપક્ષના વલણથી એવું લાગે છે કે તેમને લાંબા સમય સુધી સત્તામાં આવવાની ઈચ્છા નથી. પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં 15 ઓગસ્ટના રોજ દરેક  ઘરમાં ઝંડો લગાવવાના કાર્યક્રમ અંગે પણ જાણકારી આપી. ચોમાસું સત્રમાં આ પહેલી સંસદીય દળની બેઠક હતી. આ બેઠક સંસદની લાઈબ્રેરી  બિલ્ડિંગમાં થઈ. જેમાં પ્રધાનમંત્રી મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત તમામ કેન્દ્રીય મંત્રી હાજર રહ્યા હતા. 

— ANI_HindiNews (@AHindinews) July 25, 2023

ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પણ આ મુદ્દે કહ્યું કે તેઓ (વિપક્ષ) માની ચૂક્યા છે કે તેમને સત્તામાં આવવું નથી. પીએમએ એક ટિપ્પણી કરી છે કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અંગ્રેજોએ બનાવ્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપની પણ અંગ્રેજોએ બનાવી હતી. આજકાલ લોકો ઈન્ડિયન મુજાહિદ્દીન નામ પણ રાખે છે. ઈન્ડિયન પીપલ્સ ફ્રન્ટ નામ પણ રાખે છે. 

વાત જાણે એમ છે કે સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે પરંતુ મણિપુરની ઘટનાને લઈને હંગામો મચેલો છે. વિપક્ષ આ મુદ્દે સંસદમાં પીએમ મોદીના નિવેદન અને વિસ્તૃત ચર્ચાની માંગણી કરી રહ્યો છે. જ્યારે સરકાર ગૃહમંત્રી અમિત શાહના જવાબ સાથે અલ્પકાલિકચર્ચા માટે તૈયાર છે. પરંતુ વિપક્ષ આ મુદ્દે પીએમ મોદીના નિવેદન પર અડેલો છે. 

संसद भवन में भाजपा संसदीय दल की बैठक चल रही है। pic.twitter.com/tK7r0qDwhf

— ANI_HindiNews (@AHindinews) July 25, 2023

અમિત શાહ જવાબ આપશે
મણિપુરને લઈને સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે મણિપુર હિંસા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના હવાલે કહેવાઈ રહ્યું છે કે જો સંસદમાં તેના પર ચર્ચા થશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપશે. અમિત શાહનો જવાબ ફક્ત મણિપુર પર કેન્દ્રીત હશે અને તેઓ અન્ય રાજ્યોને લઈને જવાબ આપશે નહીં. મણિપુર હિંસાને લઈને સંસદમાં સતત ગતિરોધ ચાલુ છે. વિપક્ષ સતત બીજા દિવસે હંગામો મચાવી રહ્યો છે. જેને જોતા હાલ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news