PHOTOS: આ સાંસદને ઓળખ્યા? દેશમાં જ બનેલા ફાઈટર વિમાન 'તેજસ'માં ભરી ઉડાણ

એક નજરે પાઈલટ લાગે પરંતુ આ પાઈલટ નહીં સાંસદ છે જેમણે દેશમાં જ બનેલા ફાઈટર વિમાન તેજસમાં 30 મિનિટ સુધી ઉડાણ ભરી.

PHOTOS: આ સાંસદને ઓળખ્યા? દેશમાં જ બનેલા ફાઈટર વિમાન 'તેજસ'માં ભરી ઉડાણ

નવી દિલ્હી: ભાજપ ( BJP) ના સાંસદ તેજસ્વી સૂર્યા (Tejasvi surya) એ એરો ઈન્ડિયા 2021 શોના બીજા દિવસે દેશમાં જ બનેલા હળવા ફાઈટર જેટ તેજસમાં ઉડાણ ભરી. એક નિવેદનમાં કહેવાયું કે સૂર્યાએ એલસીએ તેજસમાં 30 મિનિટ સુધી ઉડાણ ભરી અને રક્ષા ક્ષેત્રમાં સ્વદેશી વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. 

તેમના (Tejasvi surya) કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે ઉડાણ દ્વારા તેજસ ( Tejas) ની ખરીદી માટે બેગલુરુ સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને 48,000 કરોડ રૂપિયાનો ઓર્ડર આપવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા. 

May be an image of 1 person, standing and outdoors

અત્રે જણાવવાનું કે તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણનું પ્રતિનિધિત્વ કરે છે. તેજસ્વી સૂર્યાએ કહ્યું કે એલસીએ તેજસને સામેલ કરવાથી આત્મનિર્ભરતાને મજબૂતાઈ મળશે અને તેનાથી રક્ષા ક્ષેત્રમાં એક મોટા વૈશ્વિક નિકાસકાર બનવામાં પણ ભારતને મદદ મળશે. 

May be an image of 4 people, people standing, aircraft, outdoors and text that says "DAN"

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news