Lok Sabha Results 2019 : EVM મુદ્દે પરેશ રાવલે માર્યો ટોણો, ટ્વિટ થઇ ગઇ વાયરલ...

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. મોદી લહેર વચ્ચે પાર્ટીના નેતાઓનો ઉત્સાહ પણ હાઇ છે. ભાજપના નેતા અને એક્ટર પરેશ રાવલનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. એક્ઝિટ પોલના પરિણામો બાદ સામે આવેલા પરિણામો બાદ જ વિપક્ષી પાર્ટીઓ EVM હેક થવાની વાત કરી રહ્યા હતા. 

Lok Sabha Results 2019 : EVM મુદ્દે પરેશ રાવલે માર્યો ટોણો, ટ્વિટ થઇ ગઇ વાયરલ...

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. મોદી લહેર વચ્ચે પાર્ટીના નેતાઓનો ઉત્સાહ પણ હાઇ છે. ભાજપના નેતા અને એક્ટર પરેશ રાવલનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. એક્ઝિટ પોલના પરિણામો બાદ સામે આવેલા પરિણામો બાદ જ વિપક્ષી પાર્ટીઓ EVM હેક થવાની વાત કરી રહ્યા હતા. તેને મુદ્દે બનાવતાં પરેશ રાવલે ટ્વિટ પોસ્ટ કરીને ટોણો માર્યો છે. પરેશ રાવલના આ ટ્વિટ બાદ જ યૂજર્સ તેના પર કોમેંટ અને રી-ટ્વિટ કરી રહ્યા છે. 

પરેશ રાવલે ટ્વિટ કરતાં લખ્યું કે ફક્ત ઇવીએમ જ નહી પરંતુ ટીવીના રિમોટ પણ હેક થઇ ગયા છે ત્યારે તો રિમોટના જે બટનને દબાવો, દરેક ચેનલ ફક્ત એનડીએની જીત બતાવવામાં આવી રહી છે. 

— Chowkidar Paresh Rawal (@SirPareshRawal) May 22, 2019

તમને જણાવી દઇએ કે એક્ઝિટ પોલના પરિણામોમાં દેશના દરેક ખૂણામાં ફરીથી મોદી સરકાર જ ડંકો વાગતો દેખાઇ રહ્યો છે. પોલના પરિણામોએ જ્યાં ભાજપનો ઉત્સાહ બમણો કરી દીધો હતો તો બીજી તરફ વિપક્ષી દળોની ચિંતા વધી ગઇ હતી. ત્યારબાદથી બંગાળની સીએમ મમતા બેનર્જીએ ઇવીએમ હેકની વાત કહી હતી.

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) ના મતોની ગણતરી શરૂ થઇ ચૂકી છે. પ્રશ્નોના ઘેરામાં આવેલી ઇવીએમનો ઉપયોગ 2000ની ચૂંટણીથી થઇ રહ્યો છે. ચૂંટણી કમિશન અત્યાર સુધી 113 વિધાનસભાઓની ચૂંટણી અને લોકસભાની ત્રણ ચૂંટણી ઇવીએમ વડે કરાવી ચૂકી છે. પારદર્શિતા અને વ્યવસ્થામાં મતદારોનો વિશ્વાસ વધારવા માટે વર્ષ 2013માં ઇવીએમથી વીવીપેટ સિસ્ટમ જોડવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news