અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેનને પોલીસે અટકાવતા થઇ રકઝક
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન પેટલની પોલીસ સાથે રકઝક થઇ છે. કોંગ્રેસના ઉમેદવારને પોલીસે ન ઓળખાતે ગીતાબેન પટેલે પોતાની ઓળખ આપવી પડી હતી અને લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા.
Trending Photos
અમદાવાદ: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન પેટલની પોલીસ સાથે રકઝક થઇ છે. કોંગ્રેસના ઉમેદવારને પોલીસે ન ઓળખાતે ગીતાબેન પટેલે પોતાની ઓળખ આપવી પડી હતી અને લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા. ત્યારબાદ આખરે પોલીસે ગીતાબેનને કાઉંટિંગ સેન્ટરમાં પ્રવેશ આપ્યો હતો.
વધુમાં વાંચો: Gujarat Election Result Live : આજે આતુરતાનો આવશે અંત, 26 બેઠકો પરથી સૌથી ઝડપી અપડેટ જુઓ અહીં
લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી ચાલી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે આજે મહત્વનો દિવસ છે. ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન પેટલ કાઉંટિંગ સેન્ટર પર અટકાવતા પોલીસ સાથે રકઝક થઇ છે. કોંગ્રેસના ઉમેદવારને પોલીસે ઓળખ્યા જ નહીં, જેથી તકરાર થઇ હતી. પોલીસ ન ઓળખાતે ગીતાબેન પટેલે પોતાની ઓળખ આપવી પડી હતી અને લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા. ત્યારબાદ આખરે પોલીસે ગીતાબેનને કાઉંટિંગ સેન્ટરમાં પ્રવેશ આપ્યો હતો.
ત્યારે 9 વાગ્યા સુધીની મતગણતરીમાં ગુજરાતની 26 બેઠક પરથી 25 ભાજપ આગળ ચાલી રહ્યું હતું. ત્યારે એકમાત્ર અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર નારાણભાઇ કાછડીયાને પાછડ છોડી પરેશ ધાનાણી 2200 લીડથી આગળ ચાલી રહ્યાં હતા. આ ઉપરાંત લોકસભા ચૂંટણી 2019ની ગુજરાતની 26 લોકસભા બેઠકો સાથે વિધાનસભાની 4 બેઠકનું પણ આજે પરિણામ જાહરે થશે. ગુજરાતની ચાર જેટલી વિધાનસભા બેઠક જેમાં ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર અને ધ્રાંગધ્રા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવશે અને ઉમેદવારોના ભાવિ નક્કી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની આ 15 બેઠક પર સૌની નજર છે. જો આ બેઠકોની વાત કરીએ તો તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં સુરેન્દ્ર નગર બેઠક, પોરબંદર બેઠક, જૂનાગઢ બેઠક અને અમરેલી લોકસભા બેઠક મહત્વની બની રહેશે. કેમ કે, સૌરાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાશે. તો મધ્ય ગુજરાત ઝોનમાં આણંદ, દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર પણ ખરાખરીનો જંગ જોવા મળશે. તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં વલસાડ અને બારડોલી બેઠક પર રસાકસી ભર્યો જંગ જામશે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વલસાડ બેઠક પર જે પાર્ટીનો વિજય થાય છે, તેની કેન્દ્રમાં સરકાર બને છે. માટે આ બેઠક પર સૌની નજર રહેશે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ બેઠક પ જીત મેળવનારી ભાજપ સરકાર માટે આ વખતે પ્રતિષ્ઠાના સવાલ બરોબર છે. તો આ ઉપરાંત ગાંધીનગરથી ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેટલી લીડ સાથે જીત મેળવશે, તેના પર સૌની નરજ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે