કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠનેતા અનંત કુમારનું નિધન, PMએ દુખ વ્યક્ત કર્યું
અનંત કુમાર બેગલુરૂ દક્ષિણથી 6 વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.
Trending Photos
બેગલુરુ: કેન્દ્રીય સંસદીય અને મંત્રી અનંત કુમારની ગત મોડી રાત્રે 2 વાગ્યે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી બિમારીનો સામનો કરી રહેલા અનંત કુમાર છેલ્લા કેટલાક દિવસોથી આઇસીયુમાં વેન્ટિલેટર પર હતા. તેમને ફેફસાનું કેન્સર અને ઇન્ફેક્શન થઇ ગયું હતું. અંતિમ દર્શન માટે અનંત કુમારના પાર્થિવ શકીરને બેગલુરુ ખાતે નેશનસ કોલેજમાં રાખવામાં આવશે.
અનંત કુમાર કર્નાટકમાં બીજેપીના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. તે બેંગલુરુ દક્ષિણથી છવાર લોકસભાના સાંસદ રહ્યા છે. અનંત કુમાર બીજેપીની સત્તામાં આવ્યા બાદ માર્ચ 2014માં કેન્દ્રીય રસાયણ મંત્રી બન્યા હતા, જુલાઇ 2016માં મોદી સરકારે તેમને સંસદીય કાર્યમંત્રી પણ બનાવ્યા હતા.
22 જુલાઇ 1959માં બેંગલુરુમાં જન્મ લેનાર અનંત કુમારે હુબલીમાં કેએસ આર્ટસ કોલેજમાંથી બીએની ડીગ્રી લીધી અને ત્યારબાદ કર્નાટક યુનિવર્સિટીમાંથી વકીલાત કરી હતી. તેમના પરિવારમાં પત્ની તેજસ્વિની સિવાય બે દિકરીઓ એશ્વર્યા અને વિજેતા પણ છે. તેમણે 1996માં બેગલુરુ દક્ષિણમાં લોકસભાના સાંસદના રૂપ ચૂંટણી જીતતા આવ્યા હતા.
ફાઇલ તસવીર
પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ દુખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સહયોગી અને મિત્ર અનંત કુમારના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. અને તેમણે કહ્યું કે તે એક પીઢ નેતા હતા, જો કે ઓછી ઉંમરમાં તે સાર્વજનિક જીવનમાં આવ્યા અને પરિશ્રમ કરી કરૂણા સાથે લોકોની સેવા કરી હતી. તેમના સારા કાર્ય માટે હંમેશા તેમને યાદ કરવામાં આવશે. પીએમ મોદીએ એ પણ કહ્યું કે, તેમણે અનંત કુમારની પત્ની ડો તેજસ્વિની સાથે પણ વાતચીત કરીને તેમણે સાત્વના આપી છે. તેમણએ કહ્યું કે, દુખના આ સમયે મારી સંવેદનાઓ તેમના પરિવાર મિત્રો, અને સમર્થકોની સાથે છે, ઓમ શાંતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અનંત કુમારના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણએ કહ્યું કે, સર્વજનિક જીવનમાં અને ખાસ કરીને કર્નાટકના લોકો માટે આ દુખનો સમય છે. મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકોની સાથે છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વરિષ્ઠ નેતા અને મારા સહયોગી અનંત કુમારના નિધનથી હુ સ્તબ્ધ થઇ ગયો છું, તે એક વરિષ્ઠ સાંસદ હતા જેમણે અલગ-અલગ રીતે દેશની સેવા કરી છે.
કર્નાટકના મુખ્યમંત્રી અને જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ અનંત કુમારના નિધન પર દુખ પ્રકટ કરતા કહ્યું કે, મે તેમના જેવા એક નજીકના મિત્રને ખોઇ દીધો છે. તે મૂલ્યોના આધારે રાજનિતી કરનારા રાજનેતા હતા. તેમણે સાંસદ અને કેન્દ્રીય મંત્રીના રૂપમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણએ શોક વ્યક્ત કરતા કહ્યું કે અનંત કુમારનું દિલ બેગલુરુમાં વસતુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે